STORYMIRROR

Neha Purohit

Others

3  

Neha Purohit

Others

કાયમ મળ્યું ઈનામમાં

કાયમ મળ્યું ઈનામમાં

1 min
26.8K


જિંદગીભર જે ન આવ્યું કામમાં,

એ જ તો કાયમ મળ્યું ઈનામમાં !


કોઈને મળવા ઘરે ના નોતરે,

એ ચણાવે ધર્મશાળા ગામમાં.


ઓડિયો સીડીમાં ટહુકા સાંભળી,

પંખીઓ ચાલ્યાં ગયાં વિશ્રામમાં.


સૌ સફળતાનો છે એક જ મંત્ર આ -

આંખ ખુલ્લી રાખવી આરામમાં.


એ પછી તો ગડમથલ ભારે થઈ ,

'ખાસ' જણ જોયો દિવાન-એ-આમમાં !


Rate this content
Log in