STORYMIRROR

Satish Chauhan

Others

4  

Satish Chauhan

Others

જમાનો લઈ જશે

જમાનો લઈ જશે

1 min
27.1K


જમાનો લઈ જશે જાતે જ એના ઘર સુધી જો જો

પ્રણયની રીત આ આરંભથી આખર સુધી જોજો


હજી તો પ્રશ્નનો આ દૌર ચાલું છે છતાં અંતે

જવાબો કેટલાં બદલાય છે ઊત્તર સુધી જો જો


સમજવાની મથામણ ના કરો બસ જાતને ક્યારે

છતાં સમજાય ના તો બે ધડી ભીતર સુધી જોજો


હ્રદયથી હોઠ પર આવી અને અટકી ગઈ હો જે

નહીં ભુલી શકો એ વાત જીવનભર સુધી જોજો


ફકત એકજ પ્રસંગે હર્ષને આંસુ મળે ભેગા

ઉકેલાઈ ગયેલી જાનનાં અવસર સુધી જોજો


વળી ના જાવ દ્વારેથી ભલે હો બંધ દરવાજો

તિરાડો વાટ જોતી હોય છે અંદર સુધી જોજો


Rate this content
Log in