કૂંપળો ત્યાં અવતરે
કૂંપળો ત્યાં અવતરે
1 min
14.5K
ડાળ પરથી પાન છો સુકૂં ખરે
તે છતાંએ કૂંપળો ત્યાં અવતરે
બેઉ બાજુ એક સરખી હોય ત્યાં
કોણ કોની વાત બીજાને કરે
રાતની થોડી ક્શણો અજવાળવા
જાતને આખી સતત દીવો ધરે
એ મફતમાં એમ કંઈ મળતી નથી
ઠોકરો વાગ્યા પછી સમજણ ઠરે
ના ધુમાડો, આગ, કોલાહલ થશે
સત્ય ઘુંટાતું હશે જો ભીતરે
