STORYMIRROR

Satish Nakrani

Others Abstract Inspirational

2  

Satish Nakrani

Others Abstract Inspirational

હસે છે

હસે છે

1 min
3K


નજરથી નજર જો મળે, તો હસે છે

પછી એ ચહેરો, હદયમાં વસે છે

નથી ચાહવાના મને એ હજી પણ

છતાં લાગણી એ તરફ કાં ખસે છે

અરે યાદ તારી દિવસ-રાત જાણે

સમયના પહાડો બનીને ધસે છે

શરૂઆત જ્યાં હું કરું ચાલવાની

નિયમ આ જગતના સફરમાં ડસે છે

નથી લાગતું મન હવે જીવવામાં

ભલા આ વિચારો જ જીવન ઘસે છે!


Rate this content
Log in

More gujarati poem from Satish Nakrani