STORYMIRROR

Nita Sojitra

Others

2  

Nita Sojitra

Others

હોતું નથી...

હોતું નથી...

1 min
13.8K


જ્યાં કદી હોવાપણું હોતું નથી,
ત્યાં કશું ખોવાપણું હોતું નથી.

હાથમાં પડિયો જ કાણો હોય તો,
કુંડળી જોવાપણું હોતું નથી.

પોત જો મેલું થયું ચારિત્ર્યનું,
એ પછી ધોવાપણું હોતું નથી.

આંખ અશ્રુને સ્વયં પી જાય તો,
આંખને લ્હોવાપણું હોતું નથી.

"રૂહ" માંથી રૂહ જ્યારે જાય છે
ત્યારથી રોવાપણું હોતું નથી.

 


Rate this content
Log in