STORYMIRROR

Nita Sojitra

Others

4  

Nita Sojitra

Others

યાદ

યાદ

1 min
156

શાંત જળમાં જે વમળ ઊઠ્યા હતા એ યાદ છે ?

એ પછી સંબંધ સૌ તૂટ્યા હતા એ યાદ છે ?


શબ્દ દેહે જેમની સાથે રહ્યા'તા હરઘડી,

આખરે અંજળ અહીં ખૂટયા હતા એ યાદ છે ?


ભીંત ફાડી પીપળો ઊગી જવા તત્પર હતો,

મૂળિયાંઓ ડાળથી રૂઠયા હતા એ યાદ છે ?


જેમની સાથે મળીને આ સફરમાં રાત દિ',

તેં પ્રણયના એકડા ઘૂંટયા હતા એ યાદ છે ?


લાગણીના નામથી ક્યારેક જોડાયા હતા,

ને પછી એણેજ તો લૂંટયા હતા એ યાદ છે ?


Rate this content
Log in