ઇચ્છા
ઇચ્છા
1 min
7.4K
એક ઈચ્છા રોજ સળવળતી રહી,
ઝાંઝવાનાં જળ સમી છળતી રહી.
આભની ઉંચાઇને અડકી શકું,
ઝંખના એ એક ટળવળતી રહી.
આમ તો રાખ્યો ઘણો વિશ્વાસ પણ,
ચીંભડાંઓ વાડ ખુદ ગળતી રહી.
યાદમાં આવી અને બેસી ગયાં,
રાત પૂનમની પછી ઢળતી રહી.
તું જ તો હોવાપણું મારું સનમ,
લાગણી એ "રૂહ"માં ભળતી રહી.