હા હું નારી છું
હા હું નારી છું
1 min
26.1K
નાજુક નમણી... સૌમ્ય રમણી...
કોયલ કુંજે, ભ્રમર ગુંજે,
ચહેક ચરકલડી.. નિશ્ચલ હરિણી કોમળ કુમારી છું
હા હું નારી છું...
ખળ ખળ સરિતા પ્રકૃતિ હરિતા..
નવચેતન.. નવસર્જન.. નવનિર્માણી..ગર્ભધારિણી..સૃષ્ટિની પ્રભારી છું..
હા હું નારી છું...
જગદંબા.. કાલી.. નવદુર્ગા.. શક્તિ સ્વરૂપા
સિંહવાહીની..ખડગધારીણી.. ખુમારી છું
હા હું નારી છું..
બેટી.. બહેન.. પત્ની માતા.. વિધ વિધ રૂપે જીવન પોષક.. સ્નેહ સરવાણી.. ના હું બિચારી છું..!
હા હું નારી છું..
દિવસો, મહિના વર્ષો સદીઓ.. યુગો યુગોથી
પુજીત-શાપિત.. બેધારે જીવિત.. કહાણી છું..
હા હું નારી છું..
