STORYMIRROR

ચૈતન્ય જોષી

Children Stories Drama

4  

ચૈતન્ય જોષી

Children Stories Drama

ગુલાબી ઠંડી

ગુલાબી ઠંડી

1 min
506

તનમનમાં ઉત્સાહ સંચારે છે ગુલાબી ઠંડી.

તેમ છતાં દેહને એ ધ્રૂજાવે છે ગુલાબી ઠંડી.


શિયાળો પોત પ્રકાશે છે પરાકાષ્ઠા લાવીને,

તાપણાંના સહારે કેવી ફાવે છે ગુલાબી ઠંડી.


નાનાં મોટાં વૃદ્ધ સૌને ટાઢ કેવી રે સતાવતી,

ગરમ ખોરાકે ગરમીને લાવે છે ગુલાબી ઠંડી.


ઘર, આંગણને શેરીમાં સૂનકારને જગાવતી,

સ્વેટર, ટોપીને મફલર છૂપાવે છે ગુલાબી ઠંડી.


ક્યારેક અશ્રુઓને આંખમાથી એ વહાવતી,

કરી કસોટી પૂરેપૂરી કેવી તાવે છે ગુલાબી ઠંડી.


Rate this content
Log in