ગઝલ - તમે
ગઝલ - તમે
1 min
56
ફૂંક મારીને ફરી બંસી વગાડી છે તમે,
સૂર છેડી પ્રેમનાં રાધા વધાવી છે તમે,
ટોળકી આવી જો ગોકુળેથી, તો વ્હાલમ જી રે,
પ્રેમરસ ઘોળી સૌ ગોપીને પલાળી છે તમે.
આખરે છોડી ગયા, ગોકુળ, વૃંદાવન અને
છેવટે જઈ દ્વારકાને, લ્યો, પખાળી છે તમે.
સ્થાન આપીને ચરણમાં ભક્તિની ધારા સમી,
જિંદગી મીરાં તણી, મોહન ઉગારી છે તમે.
હું "સલિલ", કરતો રહ્યો છું, આપની પૂજા સતત,
એટલે મારી ગઝલ, શાયદ સજાવી છે તમે.
