એવું તે કંઈ બને
એવું તે કંઈ બને
1 min
26K
તું કર કવિતા ને હું દાદ ન દઉં એવું તે કંઈ બને !
તું સાંજ થઈ સવરી જા ને દીવો ન બળે એવું તે કંઈ બને !
હાથમાં હોય કલમને શબ્દ નો જડે એવું તે કંઈ બને !
ને નજર સામે હોય તું ને ગઝલ નો બને એવું તે કંઈ બને !
હોય લગોલગ ચન્દ્રની, ને ચાતક પ્યાસુ મરે એવું તે કંઈ બને !
મીઠો ટહુકો વન મહીં ગુંજે, ને કોઈ કોયલ ને નવ ગોતે એવું તે કંઈ બને !

