એકલવ્ય
એકલવ્ય
1 min
227
જો માં હું શું લાવ્યો.
'આટલા રૂપિયા ક્યાંથી આવ્યા ? માએ ડોળા કાઢ્યા
ઈસ્કૂલ બંધ છે મેં સાહેબે કીધુ કે મોબાઇલમાં ભણવાનું,
તારી પાસે ખોટું બોલી હું ખેતરમાં મજૂરી જાતો ને રૂપિયા ભેગા કરી લાયો...... જોજે, હમણાં મારા સાહેબ આમાં દેખા હૈ.'
સુકાયેલા લોહીવાળા ગુંઠાથી નગીન એ મોબાઈલને ટચ કર્યો ને સાહેબનો અવાજ સંભળાયો આજનો આપણો પાઠ છે 'એકલવ્ય'
