એક વચન
એક વચન


આવ્યા છો તમે મારી જિંદગમા,
તોજ બને છે મારી કવિતા,
તમારી યાદોથી તો ભરી છે,
મારી દિલની ડાયરી.
એક વચન આપું છું મારાં ગુરુ મા,
જિંદગીના છેલ્લા ધબકારા સુધી,
તમને નહીં ભુલુ.
આપણી સત્સંગની એક એક ક્ષણ,
યાદ બની રહે છે સાથે,
તમે ભલે ને દૂર રહ્યા હું મારા,
હર ધબકારા સાથે કરું છું તમારી વાતો,
રોજ રોજ મલવાના કરું હું બહાના,
તમે ના મળો તો લાગે દિવસો જાય છે,
આ જિંદગી ના નકામા,
મેહસૂસ કરું તમને મારા અસ્તિત્વમાં.
તમારા આશીર્વાદના લીધે જ,
મારું નામ ગણાય છે બધા લેખકોમાં,
જેવી રીતે મીઠાશ પૂરી થાય તમારી સાકરથી,
એવી જ રીતે મારી દિનચર્યા પૂરી થાય,
તામારા હોંઠોના નિખાલસ હાસ્યથી.
વચન આપું છું દરેક જન્મમાં,
તમારીજ સેવક બનીને મળીશ.