STORYMIRROR

Rinkal Khandor

Others

3  

Rinkal Khandor

Others

ચારે તરફ

ચારે તરફ

1 min
14.4K


ઝાંઝવા છે ઝાંઝવા ચારે તરફ;

આંખમાં છે આંજવા મારે મલક.


આજ સમણા જોડવાની છે તલબ;

આપ મારા નયન ને તું એ સડક.


દિલમાં છે બંદગીની જો ફરત;

બેઉં આબેહૂબ સ્વર્ગ 'ને નરક.


કરતબ નથી આ સમય ની ડાળનું;

પાંદડા તો પ્રેમ ની દેતાં ઝલક.


સ્નેહ કેરી સાંકડી શેરી ફક્ત;

'પલ' હૃદયમાં ઝાંખ 'ને લે તું કનક.


Rate this content
Log in