STORYMIRROR

Kaushik Joshi

Others

4  

Kaushik Joshi

Others

આવ રે મેઘા

આવ રે મેઘા

1 min
350

મન મૂકીને વરસો મેઘા, શરમાઓ છો શાને ?

વરસવાનું ભૂલી જશો, શું ગરજ નથી તમારે ?


આવી આકાશે વાદલડી, જોઈ કોયલડી ટહુકારે,

મોરલીયા પણ પાગલ થઈ, તારી છડી પોકારે,


ગુજરાત તારા સ્વાગત કાજે, તરસી નજરે તાકે,

વૃક્ષો કેવાં પવન સંગાથે, હરખપદુડાં નાચે,


શહેરવાસીઓ તાપે તપીને, ત્રાહિમામ પોકારે,

ને ખેડૂતો ખેતર વચ્ચે, તારી દુઆઓ માગે,


વસુંધરા પણ ન્હાવા કાજે, ઝરમર વર્ષા ચાહે,

ને હરિયાળી સાડી પહેરે, તો કેવી સુંદર લાગે ?


ઢળતી નજરે રોજ નજરોમાં, એક જ આશા જાગે,

આવશે વ્હાલો ચોક્કસ, આજ નહીં તો કાલે,


વહી જાય છે ટાણું મેઘા, લલચાવો છો શાને ?

અવસર ચૂક્યા મેહુલા, તો તારી હોંશી થાશે,


મનની મનમાં રહી જશે, ને પાછળ પસ્તાવો થાશે,

'હરખ' પૂછે છે, હે મેઘા ! ક્યારે પધરામણી થાશે ?


Rate this content
Log in