આફત
આફત


મધ્યમવર્ગીય માણસો હારી ગયા ભારે કરી,
આ વાયરસ દ્વાર જીવ પર આવી ગયાં ભારે કરી.
દીવો લઈને નિકળો પણ માણસાઈ ખોવાઈ ભારે કરી,
વિષાણુ આવી અંધકાર ફેલાવી ગયાં ભારે કરી.
આંખ સામે જ બરબાદ થતાં જોવાનું ભારે કરી,
ઝાંઝવાના જળ બધાને હંફાવી ગયાં ભારે કરી.
કુદરત સિવાય કોઈ નહીં બેલી એ સમજો નર નારી,
આ અનુભવ જીવનને સમજાવી ગયાં ભારે કરી.
ખોટી દોડધામ એ સુખ છે એ ભ્રમણા એ ભારે કરી,
કોરોના વાયરસ ફાવી ગયો એ ભારે કરી.