આંખો જુએ વાટ
આંખો જુએ વાટ

1 min

37
આંખો જુએ વાટડી ક્યારની ઓ કનૈયા,
ભાવના ભરેલું હૈયું ધબકે છે નામ લઈને ઓ કનૈયા.
રાધા, ગોપીઓએ રસમય બનીને જીવનને સફળ કર્યું કનૈયા,
યાદવ કુળને સાથે રાખીને એક માળાનાં મણકા બનાવ્યા કનૈયા.
ગોકુળ, મથુરામાં અગણિત પરાક્રમ કર્યા કનૈયા,
ભાવ સભર દિલનો નાદ સાંભળી આવજે કનૈયા.
આ મહામારીમાં ઠંડીગાર ક્ષણો અકળાવે કેવી એ જો કનૈયા,
ભકતો બોલાવે ચાલ આજે ઘરેથી ઊજવીશું જન્માષ્ટમી કનૈયા.
આંખો દર્શન કાજે વરસે સમયે આવજે મોરલી વગાડતો કનૈયા,
ભાવિક ભક્તો એ કરી દીધી છે હૈયેથી હાકલ હેપી બર્થડે કનૈયા.