STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આમ જીવી જવાનું

આમ જીવી જવાનું

1 min
11.9K

આમ સાંભળવાનું, ને બસ ચૂપ રહી જીવી જવાનું,

મળે જ્યાં મોકો જીવન જેવું ત્યાં જીવી લેવાનું.


આજની ઘડી મનભરીને માણી જીવી જવાનું,

ના જાણ્યું જાનકીનાથે કાલ સવારે શું થવાનું.?


સમય ક્યાં કોઈની રાહ જૂએ છે એટલે જ ચૂપ રહી જીવી જવાનું,

સુખ આવે કે દુઃખ કાયમ હસતા રહેવાનું અને આંસુ છૂપાવી જીવી જવાનું.


રોટલો દેવો તો ઈશ્વરના હાથમાં છે પણ ગમ ખાઈ જીવી જવાનું,

કરેલી મહેનતનું ફળ જ આપણે લેવાનું પણ અપજશ સાથે જીવી જવાનું.


હોય અભરખા દિલમાં છૂપાવી બીજાને ખુશીઓ આપી જીવી જવાનું,

ખબર કોને છે આ પ્રાણ પંખેરુ ક્યારે ઉડવાનું પણ વેદના છૂપાવી જીવી જવાનું.


Rate this content
Log in