Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#30 Days Diary Writing Challenge

SEE WINNERS

Share with friends

આ કોરના મહામારીમાં આપણું રોજીંદુ જીવન જાણે કે અસ્તવ્યસ્ત થઇ ગયું છે. શાળા, કોલેજ, ઓફીસ, મિત્રો સાથે મુલાકાત, નવા લોકોને મળવાનું, રમતો રમવાનું, મોલમાં જવાનું અને મનપસંદ ખાવાનું વગેરે બંધ થઇ ગયું છે. કેટલાંક મિત્રો આ નવી પરિસ્થિતિ સાથે અનુકુળ થઇ ગયા છે, જયારે કેટલાંક લોકો આ પરિસ્થિતિ સાથે સંઘર્ષ કરી રહ્યા છે.  દરેક વ્યક્તિને આ સમયનો પોતાનો આગવો અનુભવ છે.

આજના આવા પ્રતિકુળ સમયના આપના અનુભવોને વાચા આપવા માટે સ્ટોરીમિરર લઈને આવ્યું છે, ૩૦ દિવસની રોજીંદી ડાયરી લેખન સ્પર્ધા. એક એવી લેખન સ્પર્ધા જ્યાં આપ આપના રોજીંદા અનુભવોને વાર્તા કે કવિતા સ્વરૂપમાં લખી શકો છો.

નિયમો :

1.    આપે આપના રોજીંદા અનુભવને વાર્તા અથવા કવિતાના સ્વરૂપમાં જ લખવાના રહેશે.

2.    સ્પર્ધક તેના અનુભવો વાર્તા, કવિતા અથવા ઓડિયો પૈકી કોઈપણ કેટેગરીમાં રજુ કરી શકશે, પરંતુ સ્પર્ધક જે કેટેગરી પસંદ કરે તે કેટેગરીમાં જ ૩૦ દિવસ રચના મુકવાની રહેશે. (દા.ત. ૩૦ વાર્તાઓ અથવા ૩૦મ કવિતાઓ)

3.    સ્પર્ધક સળંગ ૩૦ દિવસ સુધી ૩૦ રચનાઓ લખી શકે છે કે નહિ, તેના આધારે વિજેતાની પસંદગી કરવામાં આવશે. કોઈ સ્પર્ધક ૫ કે ૧૦ દિવસમાં પોતાની ૩૦ રચનાઓ સબમિટ કરશે તો માન્ય રહેશે નહિ. (વિજેતા બનવા માટે ૩૦ રચનાઓ ૩૦ દિવસમાં નિયમિત લખાય એ જરૂરી છે.).

4.    આપની રચના વાર્તા અથવા કવિતા સ્વરૂપમાં જ હોવી જોઈએ, નિબંધ અથવા લેખ સ્વરૂપમાં રચનાઓ સ્વીકાર્ય નથી.

5.    સ્પર્ધકે પોતાની મૌલિક રચનાઓ સબમિટ કરવી જોઈએ, આપ ચાહો એટલી રચનાઓ સબમિટ કરી શકો છો.

6.    રચના લખવા માટે કોઈ શબ્દોની મર્યાદા નથી.

7.    હસ્તલિખિત, ફોટો, હાર્ડકોપીમાં મોકલેલી અને સ્પર્ધાની લીંક સિવાય મોકલેલી રચનાઓ સ્પર્ધા માટે માન્ય રહેશે નહિ.

8.    સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઈ ફી રાખેલ નથી.

9.    આપની રચના લાઈવ થતાં આપનું ભાગ લેવા બદલનું પ્રમાણપત્ર આપની પ્રોફાઈલમાં મોકલી આપવામાં આવશે.

સાહિત્ય કેટેગરી :

 વાર્તા

 કવિતા

ઓડિયો

ભાષા : ગુજરાતી,  અંગ્રેજી, હિન્દી, મરાઠી, તામિલ, તેલગુ, મલયાલમ, કન્નડ, ઓડિયા, અને બાંગ્લા 

ઇનામ :

1.    ભાગ લેનાર દરેકને ભાગ લેવા બદલ પ્રમાણપત્ર આપવામાં આવશે.

2.    સળંગ ૩૦ દિવસ સુધી નિયમિત ૩૦ રચનાઓ સબમિટ કરનારને તેની રચનાઓની એક ઈ-બુક બનાવી આપવામાં આવશે. 

3.    વિજેતા મિત્રોને વિજેતા પ્રમાણપત્ર અલગથી આપવામાં આવશે. 

સમયગાળો : 1 જૂન 2021 to 30 જૂન 2021

પરિણામ : જુલાઈ 30, 2021

સંપર્ક :

ઈમેઈલ : vishnu@storymirror.com

મોબાઈલ : +91 97231 85603