STORYMIRROR

#Lockdown Life Lessons

SEE WINNERS

Share with friends

છેલ્લા ઘણા મહિનાઓસુધી ચાલેલા લોકડાઉનમાં આપણું આશ્ચર્યજનક રીતે આપણી પોતાની વણઓળખાયેલી વિશિષ્ટ બાબત તરફ આપનું ધ્યાન ગયું છે, આ એક અદ્ભુત આશ્ચર્ય છે. આ સમયગાળો આપણા જીવનમાં 360 ડિગ્રી વળાંક સાથે આવ્યો. જે આપણને વર્તમાનનો આનંદ માણવાનું,  પ્રકૃતિ સાથે જોડાયેલા રહેવાનું અને મૂલ્ય સાથે જીવવાનું શીખવી ગયો.

તમે અચાનક અનુભવેલા કેટલાક પ્રશ્નો સાથે જાતે ઝબકારો અનુભવ્યો હશે, જેમકે, 

તમે લોકડાઉનની શરૂઆતમાં જેવા હતા તેના કરતા હવે એક અલગજ વ્યક્તિ છો ? તમે કોણ છો અને હવે તમે દુનિયાને કેવી રીતે જુઓ છો તેના વિશે તામારી દ્રષ્ટિ બદલાઈ છે ? એકાંતમાં રહીને તમે કેવી રીતે તમારી જાત સાથે સંઘર્ષ, બદલાવ અને વિકાસ કર્યો છે?

અમે આવી પ્રેરણાદાયી વાર્તાઓ શોધી રહ્યા છીએ કે જે એ કહી જાય કે આ વિકટ સમયે તમને કેવી રીતે કુશળતા મેળવવામાં, નવી ઉત્કટઉત્કંઠા વિકસાવવામાં, નવી રેસીપી અજમાવવામાં અને જીવનના પરિપ્રેક્ષ્યને બદલવામાં મદદ કરી !

સ્ટોરી મિરર "લોકડાઉન - જીવનની એક શીખ" સાથે આવ્યો છે - એક લેખન સ્પર્ધા જ્યાં તમે લોકડાઉન સમયના તમારા બધા અનુભવો,  પડેલી મુસીબતો, દ્વિધાભરી નિર્ણાયક ક્ષણો અને લોકડાઉન દરમિયાન તમે અનુભવેલ લાગણીઓની વેદનાઓને લખી શકો છો અને એમ કરતાં કરતા તમે આ બધા પડકારોને કેવી રીતે જીતી લીધી છે તે લખવાનું છે !


નિયમો:

લેખનની સાહિત્ય શૈલી પર કોઈ નિયંત્રણો નથી.

વિજેતાઓની પસંદગી માટે સંપાદકીય સ્કોર્સ અને વાચકની સહ્ભાગીતાને આધારે નિર્ણય લેવામાં આવશે.

ભાગ લેનારે તેમની મૌલિક રચનાઓ સબમિટ કરવી જોઈએ.

ભાગ લેનાર એક કરતા વધારે રચનાઓ મૂકી શકશે.

લખાણ માટે શબ્દોની કોઈ મર્યાદા નથી.

 

સાહિત્ય પ્રકાર :

વાર્તાઓ

કવિતા

ઓડિયો

 

ભાષાઓ:

અંગ્રેજી, હિન્દી, મરાઠી, ગુજરાતી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, ઓડિયા અને બાંગ્લા - આમાંથી કોઈપણ અથવા વધુ ભાષાઓમાં સામગ્રી સબમિટ કરી શકાય છે.

 

ઇનામો:

ભાગ લેનાર દરેકને સહભાગિતાનું પ્રમાણપત્ર પ્રાપ્ત કરશે.

સ્ટોરીમિરરના સોશિયલ મીડિયા પર કેટલીક શ્રેષ્ઠ પ્રેરણાદાયી વાર્તાઓને વિશિષ્ટ સ્થાન આપવામાં આવશે.

 

પાત્રતા:

સમયગાળો : 21 જુલાઈ, 2020,  થી 20 ઓગસ્ટ, 2020

પરિણામ: સપ્ટેમ્બર 2020



Trending content
30 628