Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Alpa DESAI

Others

3  

Alpa DESAI

Others

સાધના-૧૨

સાધના-૧૨

5 mins
14K


સાધનાના લગ્નના બીજા દીવસે બાપુની સવાર થોડી મોડી પડી. કાલનો થાક લાગ્યો હતો. બંને ભાઈઓ એ પણ ઝટપટ ઉઠીને મંડપ સર્વિસવાળાનું બીલ ચૂકતે કરી દ્દીધું. નાનીમા પણ પાઠ-પૂજા કરીને હિચકે હિચકતા મીનાભાભીને કહી રહ્યા હતા, “કાલે સાધનાને તેડી આવવી પડશે. પછી તે મુંબઈ જશે તો આપણે ત્યાં સુધી લાંબુ થવું પડશે. હું વિનોદરાય સાથે વાત કરી લવ." કહી તે ઉઠ્યા. બાપુ પણ મોટા જમાઈ સાથે આવેલા ચાંદલાની ગણતરી કરી રહ્યા હતા. નાનીમા ત્યાં જઈને બેસી ગયા.

બાપુએ તેમને આવેલા જોઇને પૂછ્યું, "કેમ બા ? કઈ કામ હતું ? બોલો શું કામ છે ? જો તમે જવાની રજા લેવા આવ્યા હોય તો હું હમણાં ના પાડીશ, થોડા દિવસો રોકાય જાવ, મીનાવહુંને પણ સાધનાનો અસંગળો નહિ લાગે, બિચારા છોકરાઓ પણ નિમાયા થઈ ગયા છે. હજુ આપણે સાધનાનું તેડું પણ કરવાનું છે.” ”હા ! સાચી વાત હું એજ કહેવા આવી હતી કે કાલનું મુહુર્ત સારું છે, તો જયને તેડવા મોક્લશું ? પછી તે લોકોને મુંબઈ જવું હોય તો જઈ શકે.”’

"સારું,તો કાલે જય સવારમાં જ તેડવા નીકળી જશે. બે કલાકમાં તો તેને ગામ ! અને બપોરે સાધનાને લઈને આવી જશે. કહીને નાનીમા વહુને મદદ કરાવવા ગયા. આમ આખો દિવસ બાપુ અને બંને ભાઈઓને ખુબ દોડાદોડી રહી. વહેલી સવારમાં જય અને નાની મુન્ની સાધનાના સાસરે જવા નીકળી ગયા. સાથે ભેટ અને સોગાદો પણ લઈને ગયા. પીરસનામાં દુધીનો હલવો અને ફરસાણ લઇ ગયા.

જય સૌથી પહેલા હીરજીભાઈને કૈલાશબેનને પગે પડી ભરતકુમારને મળ્યા. નાની મુન્ની તો ઝટ કરીને રસોડામાં ઘુસી ગઈ પણ આ શું ? તેને સાધના ફુઈ તો સાડીમાં હતી. અને લાજ કાઢેલા હતા. તેથી તો તે બહાર તેના નાના ભાઈને પણ મળવા ન આવી શક્યા. મુન્નીને બહુ વિચિત્ર લાગ્યું પણ સાધના ફૂઈએ તેને વ્હાલથી તેડી લીધી અને પ્રેમથી નવડાવી દીધી. સાધના તેના ઘરના સમાચાર પૂછવા લાગી. "શીલા આવી હતી કે નહિ ? નાનીમા ક્યારે જવાના છે ? મોટા ફુઈ ક્યારે જવાના છે ?"

એક સાથે અને એક શ્વાસે તે બધા જ પ્રશ્નો પૂછવા લાગી. ત્યાં જ કૈલાશબેનનો આવાજ આવ્યો, ”સાધના ! બેટા, બહાર આવો, જય આવ્યો છે, સાધના નવી સાડીમાં સજ્જ હતી તે પાણીનો પ્યાલો લઈને આવી. મુન્ની પણ તેની સાડીનો છેડો પકડીને પાછળ આવી. જય પોતાની બહેન \ને સાડીમાં લાજ કાઢેલી જોઈ જ રહ્યો. હીરજીભાઈ ઘરના બધાના સમાચાર પૂછવા લાગ્યા.પ્રસંગ ખુબ સારો ઉકલી ગયો તેથી આભાર માનવા લાગ્યા. જયે મોકો જોઈને સાધના ને આજે તેડવા આવ્યો છું તેમ જણાવી દીધું.

કૈલાશબેન બોલ્યા, પણ હજુ માતાજી એ છેડાછેડી છોડવા જવાનું બાકી છે, ત્યાં ભરત બોલ્યો કઈ વાંધો નહિ મમ્મી અમે એક દિવસ પછી જઈ આવીશું આપણી મુંબઈની ટીકીટ તો પાંચ દિવસ બાદ છે ને ?

કૈલાશબેનનું મોઢું જરા પડી ગયુ. પણ તરત જ તેમણે બાજી સંભાળી લીધી અને બોલ્યા, "હા ! કોઈ વાંધો નહિ, આજે તમે સાધનાને સારા મુહુર્તમાં તેડી જાઓ ને, કાલે ભરત, રેખા અને તેનો ભાઈ આવીને ત્યાંથી તેડી જશે. સાધનાને હૈયે હામ આવી. તેણે પોતાના સાસુને પૂછીને જમવાની તૈયારી શરુ કરી દીધી અને ઝટપટ પોતાના ઘરે જવાની ઉતાવળ કરવા લાગી. પણ અહી તો પોતાનું પિયર થોડું હતું ?

બધાને એક પછી એક જમાડવાના, કામવાળા બહેનને પણ થાળી કાઢી આપવાની. રસોડામાં પોતું મારવાનું એવું નાનું મોટું કામ આટોપતા જ સાંજ પડી ગઈ. ૫ વાગ્યાની શુભ ઘડીએ સાધના પોતાની બે-જોડી સાડી નાખીને ભરતને મળવા રૂમમાં ગઈ ભરતે જલ્દી પછી આવવાની વિનવણી કરી. હું કાલે વહેલો આવી જઈશ. સારું કહીને તે રૂમની બહાર નીકળીને સાસુ સસરાને પગે લાગી અને જવા માટે રજા લીધી.

નાની મુન્ની પણ ગેલમાં આવી ગઈ. હીરજીભાઈ અને કૈલાશબેન આવજો કહેવા આવી ગયા. ભરત તે લોકોને સ્ટેશન મુકવા આવ્યો. બસને હજુ વાર હતી. ભરત કોકાકોલા લઇ આવ્યો. બસ આવતા જ સાધના તેના ભાઈ અને મુન્ની સાથે ગોઠવાઈ ગઈ. રસ્તામાં ભાઈ સાથે ઘણી બધી વાતો કરી લીધી. જાણે હવે વાત કરવાનો મોકો મળવાનો ન હોય તેમ. બે  કલાકમાં તો તે પોતાના ગામમાં પોહોચી ગઈ. ઘરે પોહોચતા ભાભી એ તેનો “કળશો” કર્યો. ઘરના લોકોને મળતા જ તેની આંખ ભીની થઇ ગઈ. બધા લોકો સાધનાને ઘેરી વળ્યા. સાધના નાનીમાને પગે લાગી. નાનીમા બોલ્યા “દીકરી, સાસરાવાળા લોકો કેવા છે ?"

સાધના એ બધીજ વાત વિગતે માંડીને કહી ત્યાજ બાપુ આવ્યા. સાધના પોતાના બાપુ ને જોઈ દોડીને તેમને વળગી પડી. બાપુ પણ ખુબ રાજી થયા. આવતા વેત તેમણે પહેલો પ્રશ્ન એ પૂછ્યો કે તારા સાસરામાં કોઈને જાનમાં આવેલ લોકોને તકલીફ્ તો નહતી પડીને ? ભરતકુમાર આવવાના છે ને ?

સાધના બોલી “ના, બાપુ કોઈ જાતની તકલીફ નહતી પડી. તે લોકો તો આપણા બધા લોકોના કામના તથા વ્યવ્સ્થાના ખુબ વખાણ કરતા હતા. જયના તેમજ તેના મિત્રોના પણ ખુબ વખાણ કરતા હતા કે વેવાઈએ થોડા જ દિવસોમાં ખુબ સારી તૈયારી કરી લીધી." "સારું ત્યારે, આજે બધાજ લોકો સાથે જમવા બેસીએ. મોટાભાઈ આવ્યા અને બધા સાથે જમવા બેસી ગયા. સાધનાને આજે ઘણું બધું ભાભીને કહેવું હતું, બંને નણંદ-ભોજાય ઝટપટ કામ પતાવીને સાધનાની રૂમ માં ભરાઈ રહ્યા. છોકરાઓ પણ આજે પોતાની લાડકી ફૂઈની સાથે સુવાના હતા.

બીજે દિવસે ભાભીએ, મીનાને ભાવતી પુરણ પોળી બનાવી હતી. ભરતકુમાર પણ આવી પોહોચ્યા, છોકરાઓ તો સાધનાથી આઘા જ ખસતા ન હતા. તે લોકોને એમ હતુ કે ‘ભરતફૂવા આપણી

ફઈને લઇ જશે તો ?'

બધા લોકોએ ખુબ આનંદ કર્યો રાતના આંઠ વાગ્યા પછી સાધનાને પોતાના સસરાને ઘરે જવા રવાના થવાનું હતું. ભાભીએ તેને ગમતી નેવી બ્લુ રંગની બ્રાસો-પ્રિન્ટની એક સાડી ભેટમાં આપી અને જલ્દી રોકાવવા આવવાનું ભાવ ભર્યું આમત્રણ આપ્યું. હવે સાધનાની શાંત આંખો બાપુને શોધવા લાગી બાપુ તેના રૂમમાં હતા.તેને ખબર હતી કે સાધનાને ભરતકુમાર હમણાં જ નીકળી જશે,તો પણ તે નીચે ન આવ્યા. સાધના બાપુને મળવા તેમના રૂમમાં ગઈ. બાપુ પલંગમાં સુતા હતા. તેનો તકિયો થોડો ભીનો હતો. સાધનાએ બાપુને ઉઠાડ્યા, તેમની આંખો પણ લાલ જણાતી હતી. સાધના બોલી “આવજો બાપુ,! હું જાવ છું. તમારી તબિયતનું ધ્યાન રાખશો. આટલું બોલતા જ તે રડવા લાગી.

બાપુ પણ કઠણ મન રાખીને સાધનાને નીચે લાવ્યા. બસ હવે તેમને લાગ્યું કે વિદાઈની ઘડી આવી પોહોચી કરી પોતીકા ગૃહે જઈ રહી હતી. વિદાયની આ દ્રશ્યાવલી ત્યાં ઉભેલા સહુ કોઈને આંખોમાંથી અશ્રુ રૂપે વહી નીકળી. એક દીકરીને વિદાય ગમે તેટલા કઠોર બાપને પણ પીગળાવી દેતી હોય છે. એટલે જ તો કદાચ દીકરીની વિદાઈમાં એક બાપ પોતાના જીગરના ટુકડાને બીજા કોઈનો સંસાર સાચવવા આપી દેતો હોય છે અને બાપ કે ભાઈઓ પણ આ સામાજિક રીતમાં કઈ જ ન કરી શકતા હોય છે. હવે નાનીમા આવ્યા તેણે દીકરીને કુટુંબમાં સંપી ને રહેવાનું, મોટા લોકોની મર્યાદા રાખવાની તેવું સૂચન કર્યું અને સાધના પોતીકા ગૃહે વિદાય થઇ.

(ક્રમશ)

 

,


Rate this content
Log in