નારી
નારી
1 min
1.0K
દુનિયાની રચયિતા જ તો નારી,
સમાજ સંગઠિતતા જ તો નારી,
સમાજ ને ભાવિ દે જ તો નારી,
ભાવિ ને ઉન્નત કરે જ તો નારી,
મુશ્કેલીમાં કદી ન હારે જ તો નારી,
સહનશીલતાની મૂર્તિ જ તો નારી,
જગે કરુણાની દેવી જ તો નારી,
કદી ક્યાં હારે કે થાકે જ તો નારી,
કણકણની જીવંતતા જ તો નારી,
હની હ્રદયે સદા પૂજનીય જ તો નારી...