આકાશી દરિયો
આકાશી દરિયો
1 min
6.9K
મારા આંતરમનની આંખોથી
એકાંતે બેઠો બાંકડે બ્રહ્માંડના સંગે આત્મા
વિચારે સંબંધો સ્ત્રીના વિષે ને બોલે હૃદય
દેખાય માયાના કર્મો ને તેમાં
સફેદ વસ્ત્રોમાં સજ્જ લાગે બધા
સ્ત્રેણ સંબંધો
માતા - બહેન -પત્ની - પુત્રી - સખી - સાથીના ને
કલ્પિત લાગે સત્ય સંબંધો એક્ય
બધાયે બંધાયા એક જ અદમ્ય ભાવે
ને એ છે પ્રેમ જે એક જ તાંતણે બંધાયેલા
ને જ્યાં જરીક હાથ ફેલાવી
પકડવા જાઉં ત્યાં તો ઉર્જાની
લહેરખી આવીને લઇ જાય,
જાણે અજાણ્યે અણદેખ્યો સ્પર્શ લાગે
આત્માને "પ્રેમ" નામનો શબ્દ જાણે
ઘૂઘવતો
"આકાશી દરિયો "