હું કવિ છું
હું કવિ છું
1 min
1.5K
લે એ! ચાર છંદ શીખેને કે,
કે હું કવિ છું,
મૂઓ મારે ડંફાસોને કે,
કે હું કવિ છું.
ગોતી શબ્દો ગોઠવશે ને ફેંકે મોટી,
એ સાલો ગામે ગામે ભૂંકે કે હું કવિ છું.
એ ચોકે ચોકે થૂંકે ને નાતે ઘૂરે,
મોટી ટોપી પે'રી તાડૂકે, કે હું કવિ છું.
લાગે કપડાં એના મોટા ગજના કવિ સમ,
ને વાતે વાતે મોટી ફેંકે,
કે હું કવિ છું.
યોજી સભાઓ આમંત્રણ દે ગઝલો પઢવા,
ને તે સાડા બારી ના રાખે કે હું કવિ છું.