Vipul Patel

Others


3  

Vipul Patel

Others


એ કેમ કરે છે?

એ કેમ કરે છે?

1 min 13.1K 1 min 13.1K

વાત છે નાની પણ અર્થો લોકો મોટા એ કેમ કરે છે ?
બોજ ઉઠાવ્યો ખીલીએ ને વખાણો ફોટા એ કેમ કરે છે ?
 
છાની રાખે છે વાતોને એ જો મૂંગો આજ બળે છે ?
છે સાચો તોય વ્યવહારોને ખોટા એ કેમ કરે છે ?
 
મારા ભાગો પૂંઠે આજ દબાવીને બેઠા છે તોયે,
જો ગામે ગામે એ વાતોના તોટા એ કેમ કરે છે ?
 
ભૂલી ગ્યો છે જે મારી યાદો એને વાગોળી ને,
શાંત છે પાણી એના પર પરપોટા એ કેમ કરે છે ?
 
છે દોસ્ત મારો સૌથી જૂનો ને જાણીતો તોયે એ,
ભોંકી ખંજર મારા બરડે લિસોટા એ કેમ કરે છે ?


Rate this content
Originality
Flow
Language
Cover Design