દ્રષ્ટિ
દ્રષ્ટિ
1 min
7.0K
નકામી ચીજ નથી પત્થરો તરાશી જો,
તું આંગળીમાં જડી પ્રેમથી સજાવી જો.
સુરા ચડી ને પછી નેક ખ્યાલ આવ્યો કે,
તું બાળકોની અધૂરી તરસ છિપાવી જો.
હિસાબ કરવા નવી રીત ચાલ દેખાડું,
જમા કરી લે તું સુખ, દુ:ખ બધા ઉધારી જો.
છે હાથવેંત બધુંયે, પ્રયાસ થોડો કર,
તું ભીતરે જ તને કોક દી જગાડી જો.
નથી પ્રશાંત તને સાચી રાહ મળતી તો,
તું તારી દ્રષ્ટિની સીમા જરા વધારી જો.