નથી ગમતી
નથી ગમતી
1 min
13.7K
કહી દઉં છું, ઉપર છલ્લી મને યારી નથી ગમતી,
ભલે ના સાથ આપો પણ દગાબાજી નથી ગમતી.
નથી ખુદમાં કશું સામર્થ્ય, પણ આપે શિખામણ એ,
ભલા માણસ તમારી આ સમજદારી નથી ગમતી.
તમારી વાત સાચી, પણ મને જાળી નહી ફાવે,
ગગન ઉડવા મને કોઈની પગચંપી નથી ગમતી.
કલમને કાળજામાં બોળી ને ગઝલો લખું છું હું,
બધી બાબત વિવેચકની મગજમારી નથી ગમતી.
જે સારું કામ આપે તેને સૌ આપો ને શાબાશી,
નકામી વાહવાહી ને તરફદારી નથી ગમતી.