તારી પાસે
તારી પાસે
1 min
13.7K
કોઈ પાસે બેસવાનો ક્યાં સમય છે તારી પાસે,
બોલ મીઠા બોલવાનો ક્યાં સમય છે તારી પાસે.
આમ આંખે પાટા બાંધી પૈસા પાછળ શીદ દોડે,
તારા માટે જીવવાનો ક્યાં સમય છે તારી પાસે.
ભાગ્યમાં લખ્યું હશે તો આપશે ઈશ્વર ઘણુંયે,
પણ ભરોસો રાખવાનો ક્યાં સમય છે તારી પાસે.
મા રડે ઘરનાં ખુણે ને બાપ પડ્યો ખાટલે તોય,
શું થયું છે પૂછવાનો ક્યાં સમય છે તારી પાસે.
વેદ વાંચ્યા ગીતા વાંચી ભાગવત આખું છે મોઢે,
માની આંખો વાંચવાનો ક્યાં સમય છે તારી પાસે.