Prashant Somani

Others


3  

Prashant Somani

Others


ઓ પ્રિયે, તારો સંગાથ માંગુ

ઓ પ્રિયે, તારો સંગાથ માંગુ

1 min 7.1K 1 min 7.1K

ઓ પ્રિયે, હું શ્વાસ તારો માંગુ છું,
જિંદગીભર સાથ તારો માંગુ છું.

જિંદગીની રાહ ઊપર દોડવા,
ઈશ કનેથી હાથ તારો માંગુ છું.

પ્રેમ શ્યાહીથી ગઝલ સુંદર લખી,
આ ગઝલમાં રાગ તારો માંગુ છું.

હું મને શોધી નથી શક્યો કદી,
શોધવા વિશ્વાસ તારો માંગુ છું.

હું વિધીનાં લેખ વાંચી ના શકું,
એટલે સંગાથ તારો માંગુ છું.


Rate this content
Originality
Flow
Language
Cover Design