Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Jadav

Others

4  

Vijay Jadav

Others

એની કળાનો પાર

એની કળાનો પાર

1 min
13.7K


ઈંગ્લા 'ને પિંગ્લા વાર થોડી મળતાં લાગે છે,
કિંતું મળી ગ્યા બાદ ફળ અમરતનાં લાગે છે.

સુરતા લગાવું ત્યાં તો ભેગી નુરતા લાગે છે;
સમરણમાં રે'તાં,બેઉ હરતાં ફરતાં લાગે છે.

એની કળાનો પાર કોં પામી શકે જગમાં,
નભથી બની તારા સ્વયં હરિ ખરતા લાગે છે.

ચોમાસું તો ચાલ્યું ગયું કે દિનનું, તોયે પણ,
ખુલ્લા આ નભમાં હરિજનો જળ ભરતા લાગે છે.

છે ભક્તિમાં ખટપટ ઘણી,સમજાશે નહિ ઝટપટ,
સમજાઇ જાતાં આ ડખા સૌ મટતા લાગે છે.


Rate this content
Log in