દિલ ધારી ગયું.
દિલ ધારી ગયું.
1 min
6.7K
તુજ સૌંદર્ય મુજ હ્રદયને પામી ગયું,
અંતરપટ તણું આ અંબર આંબી ગયું.
મારી કલ્પના પરેનું આ તો બન્યું,
આપણ બેઉનું અચાનક જામી ગયું.
દર્પણમાંહી ખૂબ રૂપાળા લાગો છો,
બસ આ દિલ હવે તો તુજ પર આવી ગયું.
એ મારા વિશે વિચારે છે પણ ખરી?
એવો એક વિચાર મુજ દિલ ધારી ગયું.
તું હા કે' કે ના કહે શું પડશે ફરક?
જીગર મારું તો હવે ઓવારી ગયું.
તારો તો અવાજ કોયલ જેવો છે હો !
તમ સાથે હવે 'વિજય'ને ફાવી ગયું.