Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jignesh Kotadia

Others

3  

Jignesh Kotadia

Others

હું કવિ હતો.

હું કવિ હતો.

1 min
6.8K


મારા જન્મ પહેલાથી હું કવિ હતો.
તિમિરમાં રહેતો.. ને રંગહીન કલ્પનો કરતો,
નિરક્ષર હતો.. ને લિપિહીન કવનો કરતો.
 
મારા જન્મ પછીયે હું કવિ જ થયો!
મારું કવિ હોવું..
એ કદાપિ તારા પર નિર્ભર ન્હોતું.
 
તારા આગમન પહેલા પણ હું કાવ્યો કરતો,
તારા ગમન પછી પણ હું કવિ જ વધ્યો..
અલબત્ત,
હું તારો ખુબ આભારી રહીશ;
કે,
એક અદ્ભુત રસ 'વિષાદ'ને
તેં મારા કાવ્યોમાં શામેલ કર્યો.
 
મારું યાદ આવવું તને.. હરગીઝ ફાયદેમંદ ન્હોતું;
પણ, તારું યાદ આવવું મને,
આજે પણ અનિવાર્ય એટલે રહ્યું છે
કે તે અપ્રેમ ભેંટ આપેલ
એ જથ્થાબંધ રસમાં
હું મારુ જે ફાલતું કાવ્ય ઝબોળું છું
એ સ-રસ બની જાય છે!
 


Rate this content
Log in