અલ્લડ છોકરી
અલ્લડ છોકરી
1 min
7.3K
એ આંખો તારીને જો જરા અણીયારી લટ;
દ્રશ્યોની છાબડીને શું ભરેલો છે સ્મૃતિપટ.
એની મોહક અદા લાગે વર્ષોથી છે આતુર,
આ દિલને છે એનાં જ નામની બધી રટ.
કંઈક અલગ જે બીજાને ના દેખાય અંતરમાં,
તે દેખાય છે મને એમાં રૂપનો તીખો વટ.
સહેજ અણીયારું નાક ને રંગીન મિજાજ ને,
એની જવાનીમાં છલકતા મધુર મલક્તા હોઠ.
કૂણાં ગાલો ને સજાવેલો ચાંદલો કરે તોફાન,
છે જ એ એટલી મસ્ત ફૂલોની સંગતમાં હોટ.