Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mukesh Dave

Others

3  

Mukesh Dave

Others

આવું તે કેવું કૌતુક!

આવું તે કેવું કૌતુક!

1 min
6.6K


આવું તે કેવું કૌતુક!
દસ બાય દસની ઓરડીમાં ઘોડા દોડે?
આંસુનાં એક ટીપાંથી સાગર ખારો થાય?
 
ભમરો તડકો લઈને ઊડે?
માછલીની આંખમાં દરિયો ઘૂઘવે?
પાંપણના પછવાડે નદીઓ વહે?
જામને અડકો કે કલમને પકડો ને હાથ બળે?
ચાંચમાં આકાશ લઈને પંખી ઊડે?
 
રાખમાંથી કોઈ સજીવન થઈ બેઠું થાય?
કાનથી કવિતા વાંચી શકાય?
સૂર્ય ખૂદથી દાઝે?
 
ચશ્માના લેન્સ સાફ કરીએ તો રાતરાણીની સુગંધ આવે?
ઝાકળબૂંદમાં સૂરજ ડૂબે?
પોતાના ખભે પોતાની જ લાશ ઉંચકાય?
શ્વાસનું હાડપીંજર હોય?
મૃગજળમાં નાવડી તરે?
પંખીને જોઈને દરિયો ઊડે?
મ્હેંક પર લીસોટો કે ઘસરકો પડે?
તરણું ઝાકળની ઝાંઝરી પહેરે?
 
આ બધું કૌતુક કરવુંના જાદુગરના ખેલ
એ તોશબ્દસોદાગરના ખેલ..
ભૈ કવિ થઈ જન્મવું પડે કે જન્મીને કવિ થવું પડે..


Rate this content
Log in