ઓ સુરજ........
ઓ સુરજ........
ઓ સુરજ તારી સાથે પ્રેમ થઇ ગયો છે
તારી જેમ વેહલા ઉગવાનો મને વ્હેમ થઇ ગયો છે
ઓ સુરજ........
એ વહેલી પરોઢે આવવાનું તારું
ને મારી પ્રેમિકાને મળવાનું સંગાથે થાય છે,
એ આંખોમાં આશાઓ લઇ ઉડવાનો
પેહલા કિરણ સમ મારોય નિયમ થઇ ગયો છે.
ઓ સુરજ........
એ તારું કિરણનું ફેલાવવું ગમે છે મને,
ને એનું બાહોનું લહેરાવવું સંગાથે થાય છે,
એ મનડાની ઊર્મિઓ લઇ ફરવાનો
ને હેમને હાથોથી અડવાનો ક્રમ થઇ ગયો છે
ઓ સુરજ........
એ આકાશે તારું ચાલવાનું યાદ છે મને
ને હાથોમાં હાથ નાખવાનું સંગાથે થાય છે,
એ સ્પર્શોની લાગણીઓ લઇ મારવાનો
એ કોમળતામાં પાડવાના સમ થઇ ગયો છે
ઓ સુરજ........
એ તપવું ને રિસાવું એ ઠરવું ને માનવું ભાવે છે મને
ને એક એક વાતોમાં સરખાવવાનું સંગાથે થાય છે,
એ ભાવો ને જોઈ ઈચ્છાતો એવી થાય કે
બંનેના પ્રેમનો મને અગમ-નિગમ થઇ ગયો છે.
ઓ સુરજ.....