મને નહિ ફાવે
મને નહિ ફાવે
1 min
6.8K
આ સૂરજ સામે ઝુકવાનું મને નહિ ફાવે,
ને એના પગમાં પડવાનું મને નહિ ફાવે.
ને એ રાખે એની ગરમી એની પાસે,
દુશ્મનને ચાંલ્લો કરવાનું મને નહિ ફાવે.
છે દમ તો ફેંક તુ કિરણો, હું ફેકું શબ્દો,
યુદ્ધેથી પાછા હટવાનું મને નહિ ફાવે.
તારી સામે લડતા લડતા ઘા છો થાયે,
જો ખોટી વાતે ડરવાનું મને નહિ ફાવે.
હોય ભલે મોટી તાકાતો તારી પાસે,
હારીને હિમ્મત મરવાનું મને નહિ ફાવે.