Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mukesh Dave

Others

3  

Mukesh Dave

Others

પાડ તાલી 

પાડ તાલી 

1 min
13.8K


તને ગમે મારી થોડી વ્યથા તો પાડ તાલી,
પછી સાંભળી શકે આખી કથા તો પાડ તાલી,
 
ઘણું દુષ્કર હોય છે આ રૂઢિઓમાં જીવવાનું,
શકે તોડી આ સઘળી પ્રથા તો પાડ તાલી,
 
બબલુ-બંટી- પિન્ટુ-ચિન્ટુ નામથી શું વળે ?
નિપજે સમ જો ડાલામથા તો પાડ તાલી.
 
પગલું ઉઠાવ હશે તિમિરગ્રસ્ત સર્વ રસ્તા,
પછી તું જ તારો દીવો થા તો પાડ તાલી.
 
લખી તો જોજે એકાદી ગઝલ મારા ઉપર,
'મુકેશ' નાચી શકે તાથૈતાથા તો પાડ તાલી
 
 
 
 
 
 


Rate this content
Log in