કેટલાયે ભાવથી
કેટલાયે ભાવથી
1 min
13.3K
કેવા? કયા? ને કેટલાયે ભાવથી જોવાય છે,
નારી રુપોને કયાં સહજતાથી કદી દેખાય છે.
ચિત્રો રંગી મનના કબુતરો નાચ નાચે ખાનગી,
ઉડતા પંખીને સાદગીથી કયાં કદી નિરખાય છે.
આ લાલ લૂગડાને હવે નોટો વગોવે તે છતાં,
આ દેહના સોદે સ્ત્રીને ક્યાં કદી સમજાય છે.
ચ્હેરા-બુંદો-ડાઘા હવે આંગળીઓ ચીંધશે,
ભીતર છે ચૂપ તે વેદનાથી ક્યાં હવે બોલાય છે.
"તોફાન" નારી જીવનને તું કાગળે શાને લખે?
લે ! પ્રભુની લીલા હવે તો આંખથી છલકાય છે