Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Drmahesh Rawal

Others

3  

Drmahesh Rawal

Others

આપણી વાત

આપણી વાત

1 min
13.2K


રેતી, દરિયો, પથ્થર માણસ

તડકો, છાંયો, ઝરમર માણસ

 

રસ્તો,  કેડી,  ભેખડ,  કોતર

માટી, સંગેમરમર માણસ

 

પર્ણો,  ડાળી,  કૂંપળ, કાંટા

લીલી-પીળી કળતર માણસ

 

પંખી, માળો, પીંછા, ટહુકો

ફડકો,  ડૂમો,  થરથર માણસ

 

શબ્દો, વાણી, ટીકા, ટિપ્પણ

બરછટ, લીસ્સો, અક્ષર માણસ

 

જીવન, સપના, ઈચ્છા, વળગણ

ધીમું,ધીમું, ગળતર માણસ

 

અફવા, કિસ્સો, ચર્ચા, ચણભણ

અડધો,આખો, ઉત્તર માણસ

 

ઢીલો, પોચો, અથરો, ધીરો

નફફટ, નકટો, નક્કર માણસ

 

અઘો, ઓરો, ભીતર –બહારે

ઝાંખો, પાંખો ઈશ્વર માણસ


Rate this content
Log in