Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Drmahesh Rawal

Others

3  

Drmahesh Rawal

Others

નક્કી નથી

નક્કી નથી

1 min
14K


ક્યાં, કોણ, કોને છેતરે નક્કી નથી
કેવા પ્રકારે વેતરે નક્કી નથી!

જો જો કદી ધુત્કારશો નહી કોઈને
કોનો સમય, ક્યારે ફરે નક્કી નથી!

છે ક્યાંક ઊંડે ભય હજુ, ઈશ્વર તણો,
નહિતર મનુષ્યો શું કરે, નક્કી નથી!

દરિયો જ કાયમ ઘૂઘવે - એવું નથી.
કઈ બુંદ ક્યારે વિસ્તરે નક્કી નથી!

અણસાર છે, બદલી રહી છે જિંદગી
સર્જન – વિસર્જન શું કરે નક્કી નથી!

શંકા વગર, કઈ જ્ઞાન વિસ્તરતું નથી.
કઈ માન્યતા, ખોટી ઠરે, નક્કી નથી!

લડવું પડે છે જીવવા -  છેલ્લે સુધી.
બસ, કોણ જીવે કે મારે- નક્કી નથી!


Rate this content
Log in