Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Drmahesh Rawal

Others

3  

Drmahesh Rawal

Others

ન પામ્યા

ન પામ્યા

1 min
7K


હતો પ્રશ્ન એવું, નિવારણ ન પામ્યા

ન માફી મળી કે, સજા પણ ન પામ્યા!

 

નથી રૂપ ઝાંખું થયું કે, નજર પણ

અલગ છે, હજુ કોઈ દર્પણ ન પામ્યા!

 

રહી સાવ જીર્જન હવેલી, હૃદયની

કદી, કોઈની આવ-જા પણ ન પામ્યા!

 

રહ્યો એ જ અફસોસ કે, જિંદગી ભર

અમસ્તા અમસ્તા ય, શ્રાવણ ન પામ્યા!

 

દયા ખાય છે દુશ્મનો પણ અમારી

અમે, દોસ્ત જેવું ય સગપણ ન પામ્યા!

 

ઘણીવાર એવી દશા ભોગવી છે

કે, છેલ્લે સુધી કોઈ કારણ ન પામ્યા!

 

કરી છે બધાએ ઉપેક્ષા જ કાયમ

મરણ બાદ તેથી જ ખાપણ ન પામ્યા!


Rate this content
Log in