STORYMIRROR

Vishwadeep Barad

Others

3  

Vishwadeep Barad

Others

સૂર્યાસ્ત સમયે !

સૂર્યાસ્ત સમયે !

3 mins
14.4K


સુરભી ખુદ એક ચાંદનીનો અવતાર, જેની સુંદરતા આગળ બાગના ફૂલો શરમાઈ જાય. તેણીને મેક-કપ કરવા આવેલી એમીને ક્યું બ્યુટી-ક્રીમ વાપરવાથી તેની સુંદરતામાં વધારો થાય તેની મુંઝવણમાં હતી. જ્યાં મેક-અપ ઝાંખો પડે એવી સુંદર સુરભીના આજે લગ્ન થવાના હતાં. સુરભી, ડૉકટર બની ફેમિલી પ્રેકટીસ સેન-એન્ટોનિયો સીટીમાં શરૂ કરી હતી. સિંગલ-પેરેન્ટ તરીકે ઉછરેલી સુરભીની મમ્મી અલ્કાબેને એકલા હાથે કોઈનો પણ સહારો લીધા વગર, ઘણી મુશ્કેલીઓનો સામનો કરી, દુઃખો વેઠી એકની એક દીકરી સુરભીને ભણાવી હતી. સુરભીને પોતાની પસંદગીનો છોકરો મળ્યો, મહેશ પોતે પણ ડોકટર હતો તેથી અલ્કાબેન બહુજ ખુશ-ખુશાલ હતાં.

સુરભી અને મહેશે બન્નેએ પોતાની પસંદગીની હોટેલ ‘ઑમની’ માં વૅડીંગ અને રેસેપ્શન રાખેલ જેમા બન્નેના મિત્રો અને સગા-સંબંધીઓ માટે ૫૦ રૂમનું રિઝર્વેશન કરાવેલ બપોરની લગ્ન વિધિ બાદ સાંજે ૬,૩૦ કૉકટેઈલ અવર્સ અને ૭.૩૦ વાગે રિસેપ્શનમાં ૫૦૦થી વધારે ગેસ્ટને ઈન્વાઈટ કરેલ. આવી ભવ્ય પાર્ટીનું આયોજન તેમના મિત્રોને સોંપ્યું હતુ. બધુંજ સમયસર ચાલી રહ્યું હતું.

વેડીંગ પુરા થયા બાદ લંચ લઈ પતિ-પત્નિ પોતાના રૂમમાં આરામ માટે ગયાં. રૂમમાં પ્રવેશ કરતાજ હોટેલ રિસેપ્શનિસ્ટનો ફોન આવ્યો. 'મીસ સુરભી, મિસ્ટર ભટ્ટ આપને મળવા માંગે છે, આપના રૂમમાં તેને મોક્લી આપું ? સુરભી એકદમ સ્તબ્ધ થઈ ગઈ ! 'તેમનું નામ શું ?' 'સુરેશ…..!' ઓહ માય ગૉડ!

‘મહેશ…માફ કરજે હું થોડીવારમાં જ આવી !’ કહી ઉતાવળે પોતાના હનીમુન સ્વીટમાંથી ઍલિવેટર લઈ નીચે આવી.

મિસ્ટર સુરેશ વૅટીગ રૂમમાં આપની રાહ જુવે છે. સુરભી રૂમમાં ગઈ. મો પર ઉમરના પડેલ લાંબા સાપ જેવા લીસોટા લથડી પડેલ સિથીલ સ્નાયુના પોપડા. સુરભી ક્ષણભર થંભી. વિચાર્યું, અનુમાન કરતાં વાર ના લાગી. દેવી સમાન મમ્મીએ બતાવેલ તસ્વીર અને કહેલ કમકમાટ ને હ્રદય્ને થંભાવીદે એવી વાત યાદ આવી ગઈ.

હું મમ્મીની કુખમાં હતી અને જેને જગત પિતા માને છે એવી વ્યક્તિ મારા જન્મ થાય એ પહેલાં મારી મમ્મીને છોડી તેની ઓફિસમાં જોબ કરતી એનાથી દશ વર્ષ નાની મીસ જેનિફર સાથે હ્યુસ્ટન છોડી. નવ જન્મેલ એવી મને ત્યાગી, દયાને લાગણીને રણની રેતીમાં છોડી પ્રેમની ઘેલછામાં શારિરીક ઈચ્છાને સંતોષવા અચાનક પલાયન થયેલા પિતા ! આજ અચાનક આ ઘડીએ !’

‘બેટી !’…. ‘મિસ્ટર સુરેશ ભટ્ટ મને બેટી કહી બેટીના પવિત્ર નામને બદનામ ના કરશો. ૨૫ વર્ષ પહેલા નવ જન્મેલ શિશુ પ્રત્યે ક્રુર બની ચાલી નિકળેલ વ્યક્તિ યાને કે બ્લડ રિલેટેડ પિતાને પિતા કહેતા મને ક્ષોભ થાય છે…મારું નામ સુરભી છે... મને સુરભીથીજ ઉદ્દેશો !'

‘મીસ સુરભી સૂર્યાસ્તના સમયે યુવાનીમાં માણેલ રંગરેલિયાનો પસ્તાવો કરવો ખોટો છે જાણું છું. જે ગર્લ(જેનિફર) સાથે હું યુવાન વયે ભાગી ગયેલ એજ ગર્લ મારી આ ઉંમરે મને ત્યજી મારુ સર્વસ્વ લુંટી બીજા કોઈ યુવાન સાથે ભાગી ગઈ. મને ખબર છે કે હું માફી માંગવા પણ યોગ્ય નથી મારી જેવી નિષ્ઠુર વ્યક્તિને તમો માફ શી રીતે કરી શકો ? તારી મમ્મીનો ત્યાગ એક અડગ ધ્રુવના તારા સમાન... એક શિતળ ચાંદની સમાન છે તેની સરખામણીમાં હું એક સ્વાર્થી પિતા, એક ભોગેચ્છુ માનવી અને કૌટુંબિક જવાબદારીમાંથી ભાગી છુટેલ ભાગેડું ઈન્સાન છું. મને ખબર છે કે અહી મારું કોઈ સ્થાન નથી. મને તમે કોઈ પણ હિસાબે સ્વિકારવાના નથી.

‘હું બેઘર, લાચાર ઈન્સાન ને એક અભાગી પિતા આજના પ્રસંગે માત્ર મારી શુભેચ્છા વ્યક્ત કરવા આવ્યો છુ. હું તને આશિષ આપવા જેટલી પણ મારી લાયકાત નથી. મને ખબર પડી કે તારા લગ્ન છે તેટલે શુભેચ્છા વ્યકત કરવા આવી ચડ્યો છુ.’

સુરભી કંઈક કહેવા જતી હતી ત્યાંજ બારણે ઉભી ઉભી બધુંજ સાંભળી રહેલી મમ્મી પર નજર પડી. એક સાંજ ઢ્ળી જાય તે પહેલાં પર્વત પરની એક ટેકરી સૂર્યના કિરણને અડવા માટે અધુરી અધુરી થતી હતી. માના મૌનમાં રહેલા ભાવો એ વાંચી શકી. સુરભીએ મા તરફ નજર કરીને પોતાના રૂમ તરફ રવાના થઈ ગઈ !


Rate this content
Log in