STORYMIRROR

Shruti Dave Thaker

Others

3  

Shruti Dave Thaker

Others

સમય કા પહિયા ચલતા હે

સમય કા પહિયા ચલતા હે

2 mins
205

ક્યારેક હું મારી એક્ઝામ આપવા સ્કૂલે જતી અત્યારે નાના ભૂલકાઓને એકઝામ આપતા જોઉ ત્યારે મારું બાળપણ યાદ આવે છે. ત્યારે અમે એક્ઝામ આપવા માટે સાઇકલ પર સ્કૂલે જતા હતા. અત્યારે ભૂલકાઓ ઓનલાઇન એકઝામ આપે છે. પહેલાના જમાનામાં 80s - 90s ની વાત કરીએ તો ઘણા મમ્મી પપ્પા- પેરેન્ટ્સ જોઇન્ટ ફેમિલીમાં હોય કે સંયુક્ત પરિવારમાં. ત્યારે એક જ બાળકનો ટ્રેન્ડ ન હતો. ત્યારે ભાઈ બહેનથી ભરેલો પરિવાર રહેતો પ્લસ ટેકનોલોજી આટલી વિકસિત ન હતી. તે સમયમાં પેરેન્ટ્સ ચાઈલ્ડ સાયકોલોજી માટે આટલા પરિચિત પણ ન હતા. તેમના પર ઘરની ઘણી બધી જવાબદારી રહેતી. પિતા ઓફિસ કે ધંધાના કામમાં બિઝી રહેતા. માતા ઘરના કામમાં. ભાષા પ્યારની મમ્મીઓ ઇન્ડિપેન્ડન્ટ ન હતી. માતાઓ વાહન ચલાવવાનું જાણતી ન હતી. સોશિયલ મીડિયાથી update પણ ન હતી. એટલા માટે બાળકોની ઝીણી ઝીણી બાબતોમાં સાથે રહી શકતા ન હતા. હા એ વાત સાચી કે એમની જવાબદારી એ પૂરી નિષ્ઠા અને પ્રેમથી નિભાવતા.

હું અને મારા જેવા 80s ના બાળકો પોતાને ભાગ્યશાળી માને છે કેમકે ટેકનોલોજી એટલી વિકસિત ન હતી છતાં પણ વિચારોને આકાશ તો મળ્યું હતું. અત્યારે જે વિચારો અને સંસ્કાર છે એનાં પાયા 80s માં મજબુત બન્યા હતા. અત્યારે એટલે જ આપણે આ સોશિયલ મીડિયા અને સતત વિકસતી ટેકનોલોજીના સમયમાં કદમથી કદમ મિલાવીને કામ કરી શકીએ છીએ. આપણા બાળકોના વિકાસમાં, એમના ઘડતરમાં આપણે મદદરૂપ થઈ શકીએ છીએ. આપણને સાંભળીને સારું લાગે છે જ્યારે આપણે કોઈની સફળતા માટે જવાબદાર છીએ, ભલે પછી એ 10% હોય કે 90%.

શું કોઈએ એવું ક્યારેય વિચાર્યું હતું કે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે એ સમયે એમના માતા પિતા એમની સાથે રહી શકશે ? શું ક્યારેય એવું વિચાર્યું હતું કે બધા વિદ્યાર્થીઓ ઓનલાઇન ભણી અને ઓનલાઈન એક્ઝામ આપી શકશે ? હા વિદેશમાં તો આ જ પદ્ધતિ હતી પણ ભારતમાં આટલી જલદી આવશે કોઈ એ નહોતું વિચાર્યું. આઈડિયાની એક એડવર્ટાઈઝમેન્ટ યાદ આવી ગઈ જેમાં એવું બતાવવામાં આવ્યું હતું કે જે વ્યક્તિ કે વિદ્યાર્થી શાળાએ ભણવા ના જઈ શકે એના માટે શાળા ઘરે આવે, એ પણ ઓનલાઈન ! 

પંખીઓનો અવાજ - એમનો કલરવ મધુર લાગતો હતો. પણ કાગડાની કા.... કા પણ મધુર લાગશે. ગાય કે બકરી ને જોઈને આપણે રાજીના રેડ થઈ જઈશું એવું વિચાર્યું હતું ? આટલા પ્રદૂષણથી ભરેલી દુનિયામાં સ્વચ્છ આકાશ જોવા મળશે એવું વિચાર્યું હતું? એના માટે તો લોકો હિલ સ્ટેશને ફરવા જવાનું ગોઠવતા. સોશિયલ મીડિયાના જમાના માં આપણી આસપાસ રહેતા લોકો તો શું પણ આપણા પરિવારના સભ્યોની સાથે, મિત્રો સાથે મન ભરીને વાત કરવાનો પણ સમય હતો ? પણ કોરોના જેવી આ મહામારીએ આપણને,આપણા મૂળ અસ્તિત્વને યાદ કરાવી દીધું.

બાળકો અને યુવાનોને પણ કોલ્ડ્રિંક્સ અને મોકટેલના સમયમાં ઉકાળો, ગ્રીન ટી, હલ્દી શોટ્સથી પરિચિત કરી દીધા. ગૃહિણીના કામની સાચી કદર થઈ. થિયેટર, હોટેલ, મોલ, ટીવી સિરિયલ વગર પણ દુનિયા હોય છે એવો અહેસાસ કરાવ્યો.

આવી તો ઘણી બધી વસ્તુઓ બની ગઈ 2020-2021 માં. સમય બધું જ શિખવાડી દે છે.

" સમય કા પહિયા ચલતા હૈ...... "


Rate this content
Log in