સમસ્યાનું સમાધાન
સમસ્યાનું સમાધાન
આજે એક ઘટના જે મારી આંખોની સમક્શ બની હતી જે હું કહેવા જઈ રહ્યો છું. જે ખરેખર ખુબજ પોઝિટીવીટી દર્શાવે છે.
એ દિવસે રવિવાર હતો. હું આંગણમાં ખુરશી પર બેઠો હતો. મારા ફળીયાના નાના બળકો મારી આજુબાજુ રમતાં, મસ્તી કરતાં હતાં. ત્યાં અમારા ઘરે પાળેલી મરઘી એના નાના નાના બચ્ચાંઓને પોતાની સાથે ચણ ચણવા નીકળી હતી. થોડો સમય આમતેમ ચણ ચણ્યા પછી એ એક જગ્યા એ બચ્ચાંઓ સાથે ઊભી હતી. ત્યાં જ મૈં જોયું કે મરઘી વિચિત્ર અવાજથી બીજી મરઘીઓ ને જાણે કોઈ સંકેત આપી રહી હોય. કોણ જાણે એ શેનો સંકેત હતો પણ જ્યારે એ સંકેત આપ્યા પછી જે ઘટના બની એ જોઈ હું વિચારવા લાગ્યો કે આવું પણ થઈ શકે છે.
થયું એવું કે મરઘીને કોઈક કારણોસર એના માથા પર ફરી રહેલ સમડીરુપી એના બચ્ચાંઓના કાળનો ભાસ થઈ ગયો હતો અને એ જ કારણે એ આવાં વિચિત્ર અવાજથી બીજી મરઘીઓને સંકેત આપી રહી હતી. એ તો જો સમડી એની નજીક આવે તો લડવા માટે આપી રહી હતી. એ તો જો સમડી એની નજીક આવે તો લડવા માટે તૈયાર હતી પણ બીજી મરઘીઓને પણ સજાગ કરી રહી હતી. ત્યાર બાદ આસપાસ ફળીયામાં રહેલી તમામ મરઘીઓનો જોર જોરથી અવાજ મને સંભળાવા લગ્યો અને જ્યારે થોડો અવાજ શાંત થયો હશે ત્યાંજ ઉપર ઊડી રહેલી સમડીએ અમારી જે પાળેલી મરઘી હતી એનાં બચ્ચાંઓ પર હુમલો કર્યો. આ જોઈ હું તો એક પળ માટે કંઈ જ ના વિચારી શક્યો બસ જોતો જ રહ્યો કે શું થશે અને જે થયું એ આજે પણ મારા માટે ભુલવાનું શક્ય નથી.
હુમલો કરવા આવેલી એ સમડી ઉપર મરઘીએ કૂદકો માર્યો અને એને નીચે ભોંય પર લાવી પછાડી મૂકી અને એના માથા પર ચઢીને પોતાની ચાંચ વડે એવાં તો પ્રહાર કર્યા કે કદાચ સમડી પણ વિચારતી હશે કે એ કઈ જગ્યા પર આવી ચઢી અને જ્યારે સમડી માંડ પોતાને મરઘીના પંજામાંથી પોતાનો જીવ બચાવી ત્યાંથી ઉડી ગઈ ત્યારે જાણે એવું લાગ્યું કે એક મા જાણે પોતાના બાળકો માટે ખરેખર નવચંડીનું રુપ ધરે છે ત્યારે એનાં માટે એ મહત્વનું નથી હોતું કે એની સામે સમસ્યા નો કોઈ પહાડ છે કે કોઈ વિશાળ સમુદ્ર બસ એના બાળકોની માવજત જ મહત્વની હોય છે અને એ માવજત માતા સારી રીતે કરે પણ છે.
જો પશુ પંખીઓ સમજતા હોય કે સંબંધ અને જવાબદારીઓ શું છે..? તો આપણે તો ખુદ એક મનુષ્ય છે એ વાત કઈ રીતે ભૂલી જવાય.
કોઈ પણ સમસ્યાને મોટી છે એવું સમજીને પાછળ હટી જવુના જોઈએ કેમકે તાકાત સમસ્યામાં હોતી નથી. તાકાત તો સમસ્યા ના સમાધાનમાં હોય છે જેની સામે એ સમસ્યાને નમવું જ પડે છે. તો સમસ્યાનો સામનો હિંમતથી કરવો જોઈએ. ના કે ડરી ને.
જો કોઈ પણ દિવસ સમસ્યાથી ડરી ગયા તો માની લો કે ઘરમા બેસી રહેવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. જો એ મરઘી ડરી ગઈ હોત તો પોતાના બચ્ચાંઓનો જીવ એ સમડીના હાથમાં મૂકવા પડ્યો હોત અને એણે હંમેશા માટે ડરીને ઘરમાં બેસી રહેવું પડ્યું હોત. જ્યાં કદાચ એને કોઈ અનાજનો એક દાણો પણ ના આપે અને ભૂખા રહી મૃત્યુને ભેટવાનો સમય આવે.
કહેવા માટે તો દરેક બાબત એક વાર્તા જ છે. પણ કોઈ એ બાબતને વાર્તા સમજવા તૈયાર નથી હોતું. કોઈ વ્યક્તિ એના જીવનમાં બનતી દુ:ખની ઘટનાઓ કે બીજી ઘણી બાબતોને બસ એક વાર્તા સમજીને ભૂલી જાય તો એમને ફરી એજ દુ:ખને કારણે દુ:ખી થવા નો અવસર જ ના આવે.
