પ્રેમ પ્રણય ગાથા
પ્રેમ પ્રણય ગાથા
સ્કૂલનો સમય કેવો મઝાનો હોય છે? જ્યારે કિશોરાવસ્થાની શરૂઆત પણ અહીં સ્કૂલમાં જ થતી હોય છે. કોઈને ખબર નથી પડતી કે ક્યારે બાળપણ પાછળ છૂટી જાય છે અને કિશોરાવસ્થા સ્વાગત કરે છે.
ક્યાંક કેટલાક સ્ટુડન્ટસ સ્કૂલની મઝા માણતા હતા તો કોઈ સ્કૂલ બસમાં પ્રેમનાં ફુલની કળીઓ ખીલવાની જિદ પર હતી. આ કળીને ખીલવામાં કેટલો સમય લગવાનો હતો એ ન તો એ કળી જાણતી હતી કે ન તો કળીની આસપાસ ભટકતા ભમરાને ખબર હતી.
એક છોકરો જેનું નામ મિતેશ હતું. નામ તો સારું હતું. પણ એ છોકરો દેખાવથી જેટલો ખરાબ હતો એના કરતાં વધારે ખરાબ એનો સ્વભાવ હતો એને કોઈ પણ વ્યક્તિની સાથે વાત કરવાનું પણ ભાન નહોતું અને એ હતો નાના એવા ગામનો તો અન્ય બીજી હરકતો પણ એવી હતી જેનાથી કોઈ ન ઇચ્છે તો પણ એનાથી નફરત કરી બેસે.
મિતેશ અને એના કેટલાંક અન્ય મનચલા મિત્રો રોજ ગામમાં આવતી એ સ્કૂલની બસમાં સ્કૂલે જતા હતા. આ જ સ્કૂલ બસમાં એ નાજુક નમણી નાર સરિખી જીયા પણ સ્કૂલે જતી હતી. જીયાની આંખો પર આવી જતી વાળની એ સુંદર લટ તેને વધારે સુંદર દેખાવ આપતી હતી જ્યારે એ પોતાની હાથની સુંવાળી આંગળીઓ વડે લટને કાનની પાછળ લઈ જતી અને તેના આંખની પલક નીચે નમાવી દેતી. આ જોઈ મિતેશ અને તેના એ મિત્રો એને મજાક ઉડાવી કહેતા રહેવા દે તારી આ લટ એમ લહેરાતી જ સારી લાગે છે અને જીયા શરમાઈ જતી અને પોતાનું મોંઢુ ફેરવી લેતી. મિતેશની આ બધી મસ્કરીઓને લીધે જીયા ત્રાસી ગઈ હતી અને તેને નફરતની નજરથી જ જોતી હતી.
આવું જ બધું રોજ સ્કૂલ બસમાં થતું હતું પણ આ જ સમય દરમિયાન જીયાનાં જીવનમાં કોઈ એના દિલના દરવાજા પર ટકોર કરવાનું હતું એ જીયા પણ નહોતી જાણતી હતી. જીયાથી એક વર્ષ મોટો સારો એવો છોકરો જે રોજ સ્કૂલે સાઇકલ લઈ જીયાના ગામમાં થઈને જતો હતો. આ છોકરાનું નામ કરણ હતું. આ છોકરો કરણ દેખાવે ખૂબ જ સારો હતો અને હંમેશા એકલો એકલો રહેતો હતો એને કોઈ સાથે કોઈ માથાકૂટ કરવું ગમતું નહોતું કે પછી જરૂરીયાતથી વધારે બોલતો પણ નહોતો.
આ છોકરા એ ઘણી વખત જીયાને સ્કૂલમાં અને ગામમાં જોઈ હતી અને તે એને પ્રેમ કરી બેઠો હતો. એ પણ નહોતો જાણી શક્યો કે ક્યારે આ બધું થઈ ગયું અને કેમ થયું એને એ નહી સમજાતું હતું કે જે થઈ રહ્યું છે એ સારું છે કે નહિં પણ દિલ પર કોઈનું જોર નથી હોતું એ તો સૌ કોઈ જાણે છે.
આમ ને આમ સમય પસાર થતો ગયો પણ કરણને એ નહીં સમજાયું કે જીયાને કેમ કરી એનાં દિલની વાત કહેવી. હવે સ્કૂલે જવા માટે કરણને એના પપ્પાએ નવી બાઇક લઈ આપી હતી. કરણ રોજ જીયા જે બસમાં જતી હતી એ બસની સાથે જ પોતાની બાઇક લઈને સ્કૂલે જતો હતો અને જીયાને જ જોવા એને આસપાસ ભમરાની જેમ ભટકતો રહેતો હતો આથી જીયાની બહેનપણીઓ જીયાને કહેતી,
બહેનપણી: “જીયા જો તારો આશિક આવી રહ્યો છે.”
જીયા: “ઓ ડફોળ બંધ કર તારો લવારો. જે મનમાં આવે એ બોલે છે.”
બહેનપણી: “હા.. હા.. હું તો ડફોળ છું અને તું સમજદાર છે બરાબર ને?”
જીયા: “બરાબર હું તો સમજદાર જ છું.”
બહેનપણી: “ઓહ એટલે જ તને ખબર નથી પડતી કે તને એ છોકરો તારો દિવાનો છે.”
જીયા: “કોઈના આસપાસ ભટકવાથી કે એને જોયા કરવાથી પ્યાર ન થઈ જાય સમજી? એવું જ જો હોય તો પેલો બસવાળો મિતેશ મારો મોટામાં મોટો આશિક છે બરાબર?”
બહેનપણીઃ “તને કોઈની કદર જ નથી. જ્યારે કદર થશે ત્યારે કદાચ તું એનાથી દૂર થઈ ગઈ હશે તો? હજુ પણ સમય છે એને સમજી લે નહી તો એવું ન થાય કે તને પાછળ અફસોસ થાય.” જીયા: “જવા દે તું વાત કોઈ વખત શાંતિથી બેસીને વિચાર કરીશ હું એ બાબતમાં.”
દરેક વખતે જીયા આ રીતે જ વાત કહીને ટાળી દેતી હતી અને વાત ત્યાંજ પૂરી થઈ જતી હતી. જ્યારે જીયા એકલી બેઠી હોય ત્યારે હંમેશા કરણનો વિચાર કરતી રહેતી અને મનોમન હસી પણ લેતી કે કદાચ એની બહેનપણીઓ કહેતી હતી એ વાત સાચી જ હશે એમ માનીને. એ વખત પણ હવે દૂર નહોતો કે કરણ જીયાને એના મનની વાત ન કરે. કરણ રોજ વિચારતો કે જીયાને કેવી રીતે કહું અને કઈ રીતે વિશ્વાસ અપાવું કે એને હું કેટલો પ્રેમ કરું છું. કરણ પોતાની આ વાતમાં સફળ પણ થયો. એને રોજ આ રીતે ભમરાની જે આસપાસ ભટકવાની તથા જીયાને સંતાઇ સંતાઇને જોવાની ટ્રિક કામ આવી ગઈ અને જીયાને પણ ક્યાંક તો પ્રેમની લવ-ફિલીંગસ આવવા લાગી હતી. હવે તેને અહેસાસ થઈ રહ્યો હતો કે એને પણ કરણ પ્રત્યે પ્યાર છે અને કરણ ખરેખરે સારો જ છોકરો છે.
હવે જીયા પણ કરણની નજીક રહેવા લાગી હતી જ્યાં કરણ હોય તેની આસપાસ જીયાની હાજરી જરૂરથી રહેતી હતી. આમ જીયાની નિકટતાને જોઈ કરણને વિશ્વાસ થઈ ગયો કે જીયા પણ તેને પસંદ કરે છે અને કરણ કોઈ અને કોઈ બહાનું કરી જીયાની નજીક રહેતો હતો.
એક દિવસની વાત છે કરણે તેની આ પ્રેમની વાત તેના મિત્રને જીયાને બતાવી અને કહ્યું કે તે જીયાને કેટલો પ્રેમ કરે છે. કરણ: “યાર અજય હું જીયાને ખૂબજ પ્યાર કરું છું.”
અજય: “તો યાર એમાં શું નવી વાત છે ? એ તો હું જાણું જ છું તું રોજ એની આસપાસ ભટકતો હતો એ જોઈ મને ખબર જ પડી ગયેલી. કરણ: “એવું યાર ખરેખર તો તે આ બાબતમાં મને કંઈ પૂછ્યું કેમ નહીં?”
અજયઃ "છોડ એ બધી ફાલતું વાત, જો તું કહે તો હું એને તારા માટે આ વાત પૂછી જોવ કે એ તને પ્રેમ કરે છે કે નહી અને તારા પ્રેમને એક્સેપ્ટ કરશે કે નહીં ?” કરણ: “થેન્ક યુ યાર... જો તું આટલું કરે તો તું જે કહે એ કરવા માટે હું તૈયાર છું." આટલી વાત થયા પછી અજય ડરતો ડરતો કરણ માટે વાત કરવા જીયા પાસે ગયો.
અજયઃ “જ.. જી.. જીયા મારે તારી સાથે ખ્..ખ...ખાસ વાત કરવાની છે જરા સાઇડમાં આવશે?” જીયા: “શું છે તારે? અહિં જ બોલ.” અજયઃ ખાસ વ.. વાત છે પ્લીઝ... સાઇડમાં આવ ને.” જીયા એની બહેનપણીઓથી થોડી સાઇડમાં આવી.
જીયાઃ “બોલ હવે જલદી મોડું થાય છે.” અજય ડરતો ડરતો બોલ્યો. અજય: “આ વાત ખરેખર ખૂબ જ સિરિયસ છે.”
જીયા: “જે બોલવું હોય એ જલ્દી બોલ આમ ફેરવ ફેરવ ના કર.”
અજયઃ “મારો ફ્રેન્ડ કરણ તને પ્રેમ કરે છે અને એ ખરેખર સારો છોકરો છે શું તું એના પ્યારને એક્સેપ્ટ કરશે?”
જીયા પાસે હમણાં તો આ વાતનો કોઈ જવાબ નહોતો કેમ કે એ ખુશ પણ હતી અને ચિંતામાં પણ જો આ વાત એના મમ્મી પપ્પાને કે એના ભાઈને ખબર પડે તો પ્રોબ્લેમ થઈ જાય.
જીયા: “હું કાલે જવાબ આપીશ.”
જીયા આટલું કહી ચાલી ગઈ. જ્યારે અજયે આ વાત કરણને કરી તો કરણને બસ જલ્દીથી કાલ આવી જાય તો સારું એવું લાગી રહ્યું હતું. આખી રાત કરણ બેડ પર આમતેમ પડખા ફેરવતો રહ્યો અને વિચારતો રહ્યો કે જીયાનો જવાબ શું હશે..? આ તરફ જીયાની ખુશીનો પણ પાર નહોતો કે કરણે સામે ચાલીને એના દિલની વાત કહી દિધી હતી.
બીજો દિવસ થઈ ગયો. કરણ આજે બસ એ જ રાહ જોઈ રહ્યો હતો કે જીયા શું જવાબ આપે છે અને સ્કૂલમાં પહોંચતા જ એણે અજયને જીયા પાસે મોકલ્યો. જીયાએ પહેલાં તો અજય સાથે મસ્તી કરી અને કહ્યું તારો ફ્રેન્ડ મને પસંદ નથી અને એને કહી દેજે આજ પછી મારી આસપાસ પણ ન ભટકે... આટલું બોલી જીયા ત્યાંથી મોં ફેરવી ચાલતી થઈ.
અજય: “યાર કરણ જવા દે હવે આવી તો બીજી પણ મળશે તને.”
કરણ: “ના યાર અજય મને તો એ જ ગમે છે.”
અજય: “એ કેટલો ભાવ ખાય છે તને ખબર છે?”
કરણ: “જે હોય મને તો એ જ પસંદ છે હું તો એને મનાવી ને જ રહીશ.”
આ વાત જીયા સાંભળી રહી હતી. જીયા પાછી ફરીને કરણની પાસે આવે છે અને કહે છેઃ
જીયા: “હા, કરણ હું પણ તમને જ પ્રેમ કરું છું. એ તો હું આ તમારા ફ્રેન્ડનું રિએક્શન જોવાની હતી એટલે આમ કહ્યું. જ્યારે એ કાલે મારી પાસે આવેલો ત્યારે કેટલો ડરતો હતો એ.”
કરણ: “ઓહ...”
અને કરણ કંઈ જ ન બોલી શક્યો એ એટલો ખુશ હતો કે શું કરવું..? શું બોલવું કંઈ પણ સૂઝતું નહોતું બસ એ તો ખુશીને માર્યો જીયાને ભેંટી જ પડ્યો અને જીયા પણ ખુશ હતી.
હવે રોજ કરણ જીયાને એની સાથે જ બાઇક પર બેસાડીને સ્કૂલે લઈ જતો અને ગામમાં મૂકી પણ જતો. કેટલીક વખત તો જીયા કરણની સાથે સ્કૂલથી ભાગી બાઇક પર બેસી દૂર ફરવા નીકળી જતી હતી. આવું થોડો સમય ચાલ્યું ત્યાર પછી આ વાતની ખબર જીયાના મોટા ભાઇને થઈ અને તે તેના કેટલાંક મિત્રોને સાથે લઈ કરણને મારવા ગયો અને ખૂબ જ માર પણ માર્યો અને જીયાના મમ્મીએ પણ જીયાને ખૂબજ માર માર્યો અને ખૂબ જ ખીજવાયા પણ બધાં જાણતાં હતાં કે જીયા કે કરણ કોઈની વાત માનવાનાં નહોતા.
સમય વિતતો ગયો અને જીયા અને કરણનું સ્કૂલનું ભણતર પૂરું થયું. હવે બન્ને કોલેજમાં હતા. કોલેજમાં બન્ને એક જ ક્લાસમાં ભણતા હતા. (B.A) પૂરું કર્યુ પછી બન્ને એ પોતાનાં ઘરે એમના આ પ્યારની વાત ખૂબજ પ્યારથી સમજાવી અને મમ્મી પપ્પા તથા અન્ય પરિવારજનોને સમજાવ્યા અને એમની સગાઇ કરવામાં આવી. કરણ પણ ખૂબ જ ખુશ હતો અને જીયા પણ ખૂબ જ ખુશ હતી.
હાલ જીયા માસ્ટરમાં અભ્યાસ કરે છે અને કરણ પણ માસ્ટર્સમાં અભ્યાસ કરે છે.
