Hetal Parmar

Others

3  

Hetal Parmar

Others

સ્કૂલ અને કોલેજની યાદગાર ક્ષણો

સ્કૂલ અને કોલેજની યાદગાર ક્ષણો

3 mins
199


આજે બેઠા બેઠા એક વિચાર આવ્યો, કેટલા મજાના દિવસો હોય છે સ્કૂલના અને કોલેજના, આ સમયમાં તમને જે મિત્રો મળે છે તેમની વાત જ અલગ હોય છે. કેટલી નિર્દોષ મસ્તી, લડવાનું બધું જ, તેમ છતાં એકબીજા વગર ચાલે તો નહીં જ. યાદ છે ને, રીના, રવિ, કોમલ, નિકુંજ બધા ના નામ તો નહીં લખી શકાય પણ જે ને યાદ હશે એના જવાબ આવશે જ ખબર છે. અત્યાર ના બાળકો આ બધું જ મિસ કરી રહ્યા છે. જેનું ખરેખર બહુ દુઃખ છે.                  

સ્કૂલના શરૂઆતનાં અને છેલ્લા દિવસો મિસ કરવા એટલે ઘણી‌ બધી મહત્વની વસ્તુ તમે ગુમાવી રહ્યા છો. જીવનનો એક મહત્વનો ભાગ તમારો જીવવાનો રહી જાય એમ કહી શકાય. કેમ કે આ એક જ એવો અમૂલ્ય સમય હોય છે જે ફરી કયારેય પાછો નથી આવતો. પરંતુ આ વખતે કોરોના સમય દરમિયાન, અને લોક ડાઉનના કારણે ઘણા બાળકો, ખાસ કરીને જેને હજુ સ્કૂલમાં નવું એડ્મિશન લીધું હતું એ બાળકો અને જેમનો સ્કૂલ સમય પૂરો થયો હતો જેમ કે 10 અને 12 માં ધોરણના વિધાર્થીઓને ખૂબ નુકસાન થયું કહેવાય કેમ કે એ લોકો પોતાના મિત્રો અને શિક્ષકોને ખાલી ઓનલાઈન મળી શક્યા ! પ્ર્ત્યક્ષ રીતે ના મળી શક્યા.અને જે સમય માં મોબાઈલ નહતો ત્યારે જે સ્કૂલ માં ભણવાની સાથે મજાક મસ્તી જે લોકો એ કરી હશે એ જ સમજી શકે કે મોબાઈલ વગર મિત્રો સાથે કેટલી અદભુત લાઈફ આપણે જીવી ગયા, હજુ તો ઘણું બધું લખી શકાય પણ ફરી ક્યારેક... પછી છે કોલેજના દિવસો.. યાદ છે ને પૂનમ આપણે પહેલી વાર બસ સ્ટેશન પર મળ્યા હતા, અને કોલેજ ના પહેલા દિવસે સાથે જ ગયા હતા, તે છેક છેલ્લા દિવસ સુધી સાથે રહ્યા હતા. કેટલા બધા પ્રશ્નો હતા આપણા મનમાં શું થશે ? કોલેજમાં, કેવા મિત્રો મળશે, શું કરીશું ? પણ જેવો કોલેજમાં પગ મૂક્યો આ બધો ડર દૂર થઈ ગયો, કેમ કે ડરની સાથે સાથે  મનના એક ખૂણામાં ઉત્સાહ પણ એટલો જ હતો ને કે અમે તો કોલેજમાં આવી ગયા અને એ પણ ઘણા બધા સપનાઓ સાથે લઈને. કેટલી મજા કરી હતી. લેક્ચર્સ માં સાથે, લાઈબ્રેરીમાં સાથે, કેન્ટીનમાં સાથે, મજા આવી જતી..!                   

 કોલેજ ની સામે મળતાં વડા પાઉં, લીંબુ શરબત અને સૌથી મહત્વનો ગાંધી બેકરીનો એ પફ યાદ છે ? ગ્રુપમાં કોઈની પણ બર્થડે હોય ત્યાં જતું રહેવાનું. બહુ જ મસ્તી કરતા આપણે ત્યાં પણ ખબર જ હશે બધા ને ? પછી તો ધીરે ધીરે એ અંકલ પણ આપણને ઓળખી ગયાં હતાં, એટલે જ ક્યારેક એમ જ પફ ખાવા જઈએ તો પુછતા હતાં આજે કોની બર્થડે છેઃ અને આપણે કેહતા કેમ કોઈની બર્થડે હોય તો જ આવી શકાય,.એમ ના આવી શકાય ત્યારે એ હસતાં હતાં. પછી તો ધીરે ધીરે બધાં છૂટાં પડવા લાગ્યા. બધા પોતાની life મા વ્યસ્ત્ થઈ ગયા, પછી ઘણા સમય્ પછી જઈએ ત્યારે એ અંકલ પુછતાં કેમ ! આજે તમારાં friend's નાં આવ્યા, આજે કેમ એકલા જ?, અને ત્યારે ઘણા અફસોસ સાથે કેહવું પડતું કે હવે બધાં છૂટાં પડી ગયા, પણ ખરેખર પછી પફ માં એ પહેલાં જેવો test પણ નહતો આવતો. એટલે ધીરે ધીરે ત્યાં પણ જવાનું બંધ થઈ ગયું. .. .ભણવાની સાથે સાથે ઘણાં ખાટા મીઠાં અનુભવ પણ થયા અને થવા જ જોઈએ એને જ તો લાઇફ કેહવાય એ અનુભવ્ જ આપણ‌ને ઘણું બધુ શીખવાડે છે.   

યાદ છે ને અન્નુ કેમ કે આપણે તો b.ed સુધી સાથે હતાં. ને છેક રાત્રે 10 વાગે લાઈબ્રેરી બંધ થાય પછી જ ઘરે જતા હતા. આ બધા જ દિવસો અત્યાર ના બાળકો ગુમાવી રહ્યા છે. કેમ કે સ્કૂલ અને કોલેજ માં જે મિત્રો મળે છે, એવા મિત્રો ફરી મળતા નથી અને એવી મિત્રતા પણ નથી મળતી, અને એ સમયે જે નિર્દોષને નિખાલસ હાસ્ય હોય છે ચહેરા પર એ પણ હવે ક્યાં જોવા મળે છે. ઘણુ‌ બધુ છુટી જાય છે સમય ની સાથે.  તમે બધા શું માનો છો ? સાચી વાત કે ખોટી વાત ? એટલે જ હવે આ બધું જલ્દી પૂરું થાય્ અને સ્કૂલ, કૉલેજ, કેન્ટીન, લાયબ્રેરી બધું જ ફરીથી જીવંત થઈ જાય તો કેવી મજા આવે ! અને બાળકો ભણવાની સાથે સાથે એમના જીવનનો એક મહત્વ નો ભાગ એન્જોય કરી શકે અને મન ભરીને જીવી શકે, શું કહો છો બધા સાચી વાત કે ખોટી વાત ?  


Rate this content
Log in