Hetal Parmar

Others

4.0  

Hetal Parmar

Others

સાચી સ્વતંત્રતા આપણી નજરમાં

સાચી સ્વતંત્રતા આપણી નજરમાં

6 mins
186


રોજ સવારે છાપુ ખોલશો તો વાંચવા મળશે કે છેડતી, બળાત્કાર, ત્રાસ, આવા સમાચાર વાંચીએ ત્યારે મનમાં પ્રશ્ન જરૂર થાય કે ભારત દેશ આઝાદ છે કે ગુલામ ? આપણા દેશની અડધી વસ્તી સ્ત્રીઓની છે પણ શું ઘરમાં કે બહાર આજે પણ સ્ત્રીઓ સુરક્ષિત છે ?  

આપણો દેશ આઝાદ થયાને સાત દાયકા થઈ ગયા. દેશ પોતાની રીતે બદલાતો રહ્યો છે અને તેની સાથે સાથે ભારતની જનરેશન પણ બદલાતી ગઈ. પરંતુ આજની યુવાપેઢીની વાત કરીએ તો તેમની પાસે આઝાદી ની કોઈ ચોક્ક્સ વ્યાખ્યા જ નથી. એક એવી પેઢી જેના મનમાં આઝાદી ખરેખર શું છે ? સ્વતંત્રતાનો સાચો અર્થ શું છે ? અને તેના કરતા પણ આગળ પોતાની જાત ને શેનાથી સ્વતંત્રતા જોઈએ છે તે તમામ બાબતોનો કોઈ અણસાર જ નથી.

આઝાદી વિશે, સ્વતંત્રતા વિશે કે પછી આઝાદી વિશે આજના લોકો વાતો કરે છે, ડિમાન્ડ પણ કરે છે. પણ આ લોકોને ખરેખર ખબર છે કે તેઓ જે માંગી રહ્યા છે તે શું છે ? 

ભારતની વાત કરીએ તો જે પહેલાં અંગ્રેજોની ગુલામી કરતાં હતા તે આજે પણ ગુલામી કરે છે ફર્ક એટલો કે પહેલા અંગ્રેજોના આદેશ માનતા આજે નેતાઓનાં આદેશ માને છે.

દેશની અત્યારની પરિસ્થિતિ તદ્દન નિરાશાજનક છે. એવું લાગે છે કે આપણી પ્રજા, આપણા રાજકારણીઓ અને આપણા શિક્ષણકારો ને આઝાદી પચી‌ જ નથી. ચારેબાજુ મૂલ્યોનું પતન થઈ રહ્યું છે.

1947 માં તો રાજકીય આઝાદી મળી પણ છેક છેલ્લા પગથિયે બેઠેલા નાગરીક સુધી આઝાદીનાં એ ફળ હજુ પહોંચ્યા જ નથી, આપણે ફક્ત બ્રિટિશરાજની ગુલામીમાંથી મુક્ત થયાં પરંતુ હજી ઘણી બધી ગુલામીની જંજિરો આપણાં હાથ પગમાં જડેલી છે. 

 આજેય આપણે ઉંચનીચ, આભડછેટ, જ્ઞાતિપ્રથા, ગોળ પ્રથા વગેરે બંધનોમાં જકડાયેલા છીએ.

"યત્રનાર્યેસ્તુ પુજ્યતે રમન્તે તત્ર દેવતા ગાનારા આ દેશમાં આજેય સૌથી વધુ અત્યાચાર સ્ત્રી પર થાય છે. સૌથી વધુ આપઘાત સ્ત્રી કરે છે.

  કરિયાવર, દહેજનો દૈત્ય, છેડછાડ‌થી માંડીને બળાત્કાર, ગર્ભમાંની બાળકીની હત્યા, નોકરી માં બઢતી ના પ્રશ્ને થતાં પક્ષપાત અને સામાજીક રૂઢિરિવાજો નાં બંધનો પારાવાર છે. 

    આજે પણ નિરક્ષરતા એ આપણા સમાજ, નો દેશનો એક મોટામાં મોટો પ્રશ્ન છે, આપણા દેશમાં હજુ પણ એવા બાળકો છે જેમણે હજુ સ્કૂલનો દરવાજો પણ નથી જોયો નક્કી છે જે આનું કારણ વર્તમાન ભારતીય સમાજની સામજિક અને આર્થિક પૃષ્ઠભૂમિ છે.આવા સમયે ગરીબ, ગ્રામીણ પરિવારની છોકરી માટે સ્કૂલે જવું એક સપનું છે. અને હાલમાં આપણાં દેશના 74 ટકા સાક્ષર લોકોમાંથી અમુક જ ટકા લોકો કોલેજમાં જઈને ઉચ્ચ શિક્ષણ મેળવીને ડીગ્રી પ્રાપ્ત કરે છે. બાકીના મોટા ભાગનાં લોકો આજે પણ કુરિવાજોમા જીવે છે. આજે પણ આપણા દેશમાં દહેજપ્રથા વ્યાપક અને વિવિધ સ્વરૂપે પ્રચલિત છે. આવા ખર્ચાળ રિવાજો આખી જિંદગી પેટે પાટા બાંધીને કરકસર કરનાર મધ્યમ વર્ગની કેડ ભાંગી નાખે છે.ઉપરાંત આંતરજ્ઞાતિય લગ્નો હજીયે વધુ પ્રમાણમાં થઈ શકતા નથી. આનું એક દુષ્પરિણામ એ આવે છે કે શિક્ષિત મુરતિયાઓની અછતને કારણે ઘણી જ્ઞાતિઓમાં કન્યાને ઉચ્ચ શિક્ષણ આપવામાં આવતું નથી.

 મહારાજની સયાજીરાવ ગાયકવાડ ના સમયમાં જે ઘરમાં થી બાળકને કે છોકરીને સ્કૂલે મોકલવામાં નહતા આવતાં તેમને 1 રૂ દંડ કરવામાં આવતો હતો. એ સમયમાં શિક્ષણ ઉપર આટલો બધો ભાર મૂકવામાં આવતો હતો. તો દરેકે વિચાર કરવાની જરૂર છે કે આઝાદીનાં આટલા વર્ષો પછી આપણે શિક્ષણક્ષેત્રે ક્યાં આવીને ઉભા છે. આજે પણ  ગામડામાં શાળામાં ડ્રોપ આઉટના કેસો જોવા મળે છે.

દેશનાં એક એક નાગરીક ને પૂરતું લખતાં વાંચતા આવડે એ આજના યુગની અનિવાર્ય જરૂરીયાત છે, પરંતુ આઝાદીનાં આટલા વર્ષો પછી પણ આપણે શિક્ષણના લક્ષ્યાંકને સર કરી શક્યાં નથી. આજની શિક્ષણ પદ્ધતિ બાળકને પંગુ બનાવે છે. તેનામાં આત્મવિશ્વાસ નો વધારો કરવામાં આજનું શિક્ષણ નિષ્ફળ નીવડ્યું છે. દેશની 40 % પ્રજા ગરીબી ની રેખા નીચે જીવી રહી છે, આ વાક્ય પુસ્તકમાં ભણવવામાં તો આવે જ છે, પણ માત્ર પરીક્ષા માં ખલિજગ્યા પૂરવા જ્ આ 40% પ્રજાને યાદ કરીએ છીએ, પરંતુ તેનો પ્રત્યક્ષ અનુભવ કરીએ ત્યારે ખબર પડે કે ગરીબી એટલે શું? 

કાર્લ માર્ક્સના સમયમાં મૂડીવાદી વર્ગ અને શોષિતવર્ગ નો જે પ્રશ્ન હતો એ આજેય ક્યાં નથી ? ધનવાનવર્ગ વધુ ધનવાન અને ગરીબવર્ગ વધુ ને વધુ ગરીબ બનતો જાય છે.

ગરીબી, ભૂખમરો અને સરકારીતંત્રમાનો ભૃષટાચાર ખુલ્લું‌ રહસ્ય છે. દેશોમાં થી આજે પણ     બાળ મજૂરી નાબૂદ કરી શકાઈ નથી, સામાન્ય ઘરોની વાત છોડો, નેતાઓ, સરકારી અમલદારો, વેપારીઓ અને કેહવાતા સમાજ સેવકોનાં ઘરમાં પણ બાળકો મજૂરી કરતા હોય છે. 

દેશના સંખ્યાબંધ ગામડાનાં અસંખ્ય લોકો ગરીબી ની રેખા નીચે જીવી રહ્યા છે, હજુ આજે પણ ભૂખમરો અને વસ્ત્રો નહીં હોવાને લીધે બાળકો મરે છે. દૂરદૂર નાં ગામડામાં હજુ આરોગ્યની, ચોખ્ખાં પાણીની, આવાસની વ્યવસ્થા નથી કરી શકાઇ ત્યાં વીજળી અને વાહનની તો વાત્ જ શક્ય નથી. થાકી જવાય તેટલો લાંબો રસ્તો છે.

સમાજ કો બદલ ડાલેગે ? ના સૂત્રો તો આપણે ખૂબ ગજવીએ છે, ક્રાંતિના અગ્રદૂત થઈને ફરીએ છીએ.પરંતુ સાચ્ચે સાચ આ ક્રાંતિ આપણા પોતાના જીવનના આંગણે આવીને ઉભી રહે છે ત્યારે કેમ રૂઢિ પરંપરા, રીતરિવાજોના વાઘા આપણે ઓઢી લઇએ છીએ ? આપણા જીવનનો કોઇ ઉદાત ધ્યેય જ્ નથી.

 આજે દેશમાં સૌથી મોટી સમસ્યા જાતિવાદ, કોમવાદ અને આતંકવાદ ની છે. આજના નેતાઓ જાતિવાદ્ અને ધર્મના આધારે ચુંટણી લડે છે. જો ખરેખર વિકાસના નામે ચૂંટણી લડે તો હિંદુ -મુસ્લિમ, અમીર -ગરીબ વચ્ચેનું અંતર દૂર કરી શકાય.  

આજના યુવાનો આગળ આવીને દેશની પાયાની સમસ્યાઓ જેવી કે ગરીબી, બેકારી, નીરક્ષરતા ભ્રષ્ટાચાર, પાણી, વીજળી, રસ્તાઓ જેવી સમસ્યાઓ પર ધ્યાન આપે તો સમાજ ના દરેક વર્ગનાં લોકો ને ફાયદો આપી શકાય છે.

વિચાર કરો 72 વર્ષનાં આ આઝાદ દેશમાં આપણે સૌ મહિલાઓ કેટલી આઝાદ છીએ. આઝાદ ભારતમાં ઉછરેલી એક ભારતીય છોકરી તરીકે આ સવાલનો જવાબ આમ તો હું જાણું જ છું અને દરરોજ રસ્તા પર ચાલતા આનો અનુભવ પણ કરું છું.

   કેળવણીનો વિકાસ થયો હોવા છતાં બેહનો પ્રત્યેનું આપણું દ્રષ્ટિબિંદુ હજુ પહેલા ના જેવું જ સંકુચિત‌ છે.

  સ્ત્રી શિક્ષણની વાત કરીએ તો સ્ત્રી માટે તો શિક્ષણ જેવું પરિવર્તન નું બીજું મોટું સાધન છે જ ન હીં ; હજુ પણ સીતા -સાવિત્રી ભારતીય સ્ત્રીના મોડેલ છે એમ સમાજ માનતો આવ્યો છે. મૈત્રેયી-ગાર્ગીને મોડેલ બનાવનાર વિચારધારા ને પોષણ મળ્યું જ નથી. સ્ત્રી ના સ્વત્વનો સ્વતંત્ર વિકાશ થાય એવી શૈક્ષણિક ભૂમિકા આપણે ત્યાં મૂળ નાખી શકી જ નથી. આમ તો આપણી કેળવણી સ્ત્રી કે પુરુષ કોઈને, પોતે બધી બાબતોમાં સ્વતંત્ર વિવેકશક્તિ કેળવીને નિર્ણય લેતા શિખવું જોઈએ એવી વ્યવસ્થા ઊભી જ કરી શકી નથી.

કોલેજ નું શિક્ષણ લીધા પછી પણ સ્ત્રી સ્વતંત્રતાનો નિર્ણય શક્તિ ધરાવતી નથી, કા તો એકદમ નરમ જ્ રહે છે,કા તો એકદમ ઉધ્ઘત થઈ જાય છે.દરેક્ પરિસ્થિતિમાં માનસિક સમતુલા જાળવી રાખવાની તાલીમ એને મળતી જ્ નથી. શિક્ષણની એ નિષ્ફળતા છે કે હજુ આજ સુધી શિક્ષિત નારીઓ પણ આત્મહત્યા કરે છે.

  ગઈ કાલની શિક્ષણ નહતી લેતી એ સ્ત્રી પણ પતિને પરમેશ્વર માનતી હતી, અને આજની શિક્ષણ પામેલી સ્ત્રી પણ પતિને પરમેશ્વર માને છે. તેની વ્યક્તિમત્તા આજે પણ જાગી નથી.  ચુંટણી નો પ્રચાર કરનારાઓ. આવે તેને ગઈકાલની સ્ત્રી પણ એમ જ કેહતી હતી કે "" અમારા ઘરવાળા જેને મત આપવાનું કહેશે તેને મત આપીશુ. "   

 આજની સ્ત્રી પણ એમ જ્ કહે છે કે, " અમારા ’મિસ્ટર ' જેને મત્ આપવાનું કહેશે તેને મત આપીશું ; તેને ઘરવાળા ને સ્થાને 'મિસ્ટર અને હસબન્ડ ' બોલતા આવડ્યું છે, જે કાઈ જરૂરી નથી, જરૂરી છે એ ફેરફાર કે સ્ત્રી પોતાની મેળે વિચારતી થાય,  પોતાની મેળે નિર્ણય લેતી થાય,પોતાની ભાગ્ય વિધાતા પોતે બને.

અધવચ્ચે અભ્યાસ છોડીને પરણી જતી કન્યાઓની સંખ્યા ઘટાડવા માટે તેમને શિક્ષણની ઉપયોગિતા સમજાવવી જોઈએ.

સ્વતંત્રતા અને સ્વ્છ્ન્દતા વચ્ચેની પાતળી ભેદરેખાને આપણે સમજતા નથી.મનગમતું કરવું તે સ્વતંત્રતા છે પણ મન ફાવે તેમ કરવું તે સ્વ્છ્ન્દતા છે.  સંયમ, મર્યાદા, નિયમો,પરંપરા અને સંસ્કાર થકી મનગમતું કરી શકવાની સ્વતંત્રતા હજુ પણ આપણે મેળવી શક્યા જ નથી. જે

 દેશમાં નાગરિકો ભણેલા હોવા છતાં નવી ટેકનોલોજીના  સ્વીકારથી દૂર ભાગે તે શરમજનક બાબત કહેવાય. જે  દેશનાં ભણેલા નાગરિકો આજે પણ ડોક્ટર પહેલા    ભુવા -દોરા ધાગાની મદદ લેતા હોય તો વિચાર કરો કે આને સાક્ષરતા કહેવી કે ખરી નિરક્ષરતા ? 

 એટલે આવી બધી જ રૂઢિગત માનસિકતામાં થી બહાર આવવાની જરૂર છે, તો જ આપણે માનસિક રીતે પણ. આઝાદ છીએ એમ કહી શકાશે.  

આપણા દેશનું શિક્ષણ ઘરેડમાં પડી ગયું છે  એને ઘરેડમાંથી બહાર કાઢવા માટેની ઉત્તમ યોજનાઓ વિવિધ કમિશનો એ આપી છે, પરંતુ એમાં પણ ઉપરછલ્લી ચર્ચા કરવી, આમતેમ થોડો ફેરફાર કરીને મૂળભૂત પરિવર્તન કરી નાખવાનો સંતોષ લેવો એની પણ દેશને ઘરેડ પડી ગઇ છે. મૂળે તો વિચારવું જ્ નહીં, વિચારાયું હોય તો એ વાંચવુ નહીં વાંચ્યું હોય તો એનો અમલ કરવો નહીં. એવી ટેવ આપણાં રાજકીય સંચાલકોમાં ઘર કરી ગઈ છે જેના માઠા પરિણામ આઝાદી પછીની પેઢીઓ ભોગવતી રહી છે.

 એટલે આવી બધી જ રૂઢિગત માનસિકતામાં થી બહાર આવવાની જરૂર છે, તો જ આપણે માનસિક રીતે પણ. આઝાદ છીએ એમ કહી શકાશે.  

 માનસિક ગુલામીમાંથી મુક્તિ મેળવવી એ જ સ્વાતંત્ર્ય દિનની ખરા અર્થમાં ઉજવણી છે.


Rate this content
Log in