STORYMIRROR

Alpa DESAI

Others

3  

Alpa DESAI

Others

સાધના-૮

સાધના-૮

4 mins
29K


સવાર થતા વાર નથી લગતી તેવું સાધનાને આજે લાગતું હતું, કારણ કે આજે બાપુ સાડા છ વાગે મીનીટમાં નાહીને પૂજાની તૈયરી કરતા હતા. સાધના પણ જલ્દી ઉઠી પડીને બાપુ માટે ચાનો પ્યાલો લાવી. બાપુ બોલ્યા કે “વહુ ને કહે કે આજે સોનીનું કામકાજ પતાવી લેજો અને નાનુંભાઈ કાપડવાલાને ત્યાં જઈ ને સાડીઓ પણ ખરીદી કરી લેજો હું તેમને મળતો જઈશ, ને તમે બપોરે તેમની દુકાન પર જઈ આવજો." સાધનાને લાગ્યું કે બાપુ કેટલી ચિંતા કરે છે. હવે તો તેમનું ધ્યાન પણ પૂજામાં લાગતું નથી અને તેણે ભાભીને સમાચાર કહ્યા. "સારું" કહી ભાભી છોકરાઓને શાળા એ મોકલવા માટે તૈયાર કરવા લાગ્યા.

બરાબર દસ વાગતા જ નારણભાઈ કડિયા આવ્યા અને એમણે રંગ રોગાનના કામકાજ માટેનું અંદાઝ આપ્યો. બાપુ બોલ્યા કે “ભાઈ, મારે કામકાજમાં ઢીલ નહિ ચાલે. હવે ફક્ત એક માસ જ બાકી છે. તો કામ જલ્દી જોવે છે તમે બેને બદલે ચાર કારીગરને બોલવજો પણ, મારું કામ સમયસર પતી જવું જોઈએ.

નારણભાઈ ખુબ વિશ્વાસુ માણસ તેથી તેમણે નિશ્ચિંત રહેવાનું કહ્યું અને "દસ દિવસમાં તમારે ઘરે આવી જઈશ. મને એક પછી એક ઓરડાઓ ખાલી કરીને આપી મુકજો." "સારું ત્યારે હું રજા લવ" કહીને ઉઠતા હતા ત્યાજ સાધના ચા બનાવીને લઇ આવી. નારણભાઈના ગયા બાદ બાપુ પણ તૈયાર થઈને ઓફીસે જવા વેહેલા નીકળ્યા. રસ્તામાં આવતા હજુ બે કામ આટોપવાના હતા. રસ્તામાં આવતા માંગનાથના મંદિરમાં દર્શન કરીને તે સીધાજ મણીભાઈ રસોઈયા પાસે પોહોચી ગયા અને કહ્યું કે "આજે રાતના આવવાનું ન ચૂકશો, અમારે માર્ચ મહિનામાંજ પ્રસંગ છે તો આજે જરૂર આવજો. રાતના મારા દીકરાઓ પણ મળે.

રાતનું પાક્કું કર્યાબાદ બાપુ સીધા જ એસ એન કાપડિયાની દુકાને પોહોચી ગયા. શાંતિભાઈ પોતાના અંગત મિત્ર અને સાથેસાથે નાતભાઈ પણ ખરા તેથી ભાવ પણ વાજબી દરમાં જ લગાડે. તેમણે શાન્તીભાઈને કહ્યું કે, "મારી પુત્રવધુ ને દીકરી તમારી દુકાને આવશે તમે તેમની મનગમતી સાડી બતાવજો. અને વાજબીભાવ લગાવી આપજો હું બીલ્ થોડું થોડું ચૂકતે કરતો જઈશ. અને બધી સારી જ સાડી બતાવજો. ચાલો ત્યાંરે હું નીકળું. તમારો આભારી છું કે તમે મને મોહલત આપી." અને સાધનાના બાપુ ત્યાંથી સીધા જ ઓફિસે ગયા ..

બપોરના છોકરાઓ શાળાએ થી આવ્યા બાદ ઘર કામ આટોપીને મીના અને સાધના સાડીની દુકાને ગયા. ત્યાં તેમને લગ્નસરાની બધી જ સાડીઓ બતાવવાની કહી અને નવી ફેશનની પણ ઉમેર્યું.

પાનેતર, બાંધણી, પટોળુંને તન્છોઈ સિલ્કની સાડી, આ બધી થોડી ભારીમાં અને રોજબરોજ પહેરવાની સાત સાડી, દરબારી લહેરિયું અને કલરફૂલ માર્બલ પ્લેન સાડી તો નક્કી કરતા લગબગ ત્રણ થી ચાર કલાક જતી રહી. હવે મીનાની સાડી માટે બીજે દિવસે આવીશું. કહી બધી સાડીના ફોલ બિડિંગ માટે પાર્વતીબહેનને ત્યાં મોકલી આપી.

રસ્તામાં બંને નણંદ ભોજાઇ “પટેલ” નો  શેરડીનો રસ પીવા નું નક્કી કરતા હતા ત્યાજ નાનોભાઈ જય ત્યાં આવી ચડ્યો. અને તેને બંનેને રસ પીવડાવ્યો. ઘરે પોહોચીને હાથપગ ધોઈને ભગવાનના દીવાબત્તી કરીને ઝટપટ રસોઈના કામે વળગ્યા.

આજે બાપુ કશું જમ્યા વગર જ ગયા હતા. તેની પણ ચિંતા સાધનાને હતી.રાતના બાપુ આવ્યા બાદ મોટાભાઈને બાપુ આખા દિવસની ચર્ચા કરવા લાગ્યા. લગબગ દરેક કામ નિર્વિઘ્ને પૂરું થતું હતું. ત્યાં સાધના એ જમવા માટે હાક મારી “પાણી પાટલો તૈયાર છે“ બધા જમવા બેસી ગયા સેવટામેટાનું શાક, ભાખરી,પાપડ, ડુંગળીનું કચુંબર, છાસ અને અથાણા. ગજારમાં પુરુષો અને બાળકો અને રસોડામાં સાધના અને ભાભી જમવા બેસી ગયા, કારણકે લગભગ રાતના દસ પછી મણીભાઈ રસોઈયા આવવાના હતા. જમી પરવારીને બાપુએ સૂડી-સોપારી હાથમાં લીધા ત્યાજ મણીભાઈ આવ્યા.

બાપુ એ મીઠો આવકાર સાથે તેમને બેસાડ્યા અને પાણી આપ્યું. મણીભાઈએ પાણી પીને વાતનો દોર ચાલુ કર્યો. બાપુ બોલ્યા કે "અમે માર્ચ મહીંનામાં. દીકરીના લગન લીધા છે, તો તમે માર્ચ મહિનામાં કોઈનું કામ હાથમાં લેશો નહિ. હું આપને પાક્કી યાદી કાલ કે બે દિવસ બાદ જણાવી મુકીશ. તમારે અમારે ત્યાં બે દિવસનો જમણવાર આપવાનો છે. આગલે દિવસે માંડવો તેથી ગામ જમણ અને બીજે દિવસે જાન જમણ. મહેમાનો સંખ્યા પણ આપી જઈશ. આગલે દિવસે જમણવારમાં બે મીઠાઈ, બે ફરસાણ, બે શાક, દાળ,પૂરી, અથાણા, કચુંબર, પાપડ, ભાત ને છાસ. જાન જમણમાં કેરીનો રસ, પૂરી, રોટલી, રંગુની વાલ, મગની છુટી દાળ, ભાત ઊંધિયું, ભીંડાની ચીરીઅને થાળી ઢોકળા, પાપડ, કચુંબરને છાસ તો ખરા જ."

ત્યાં બાપુને યાદ આવ્યું કે મંડપના દિવસે જમણવારમાં શું મીઠાઈ આપીશું ? ત્યાજ નાનોભાઈ જય બોલ્યો કે "બાપુમગની દાળનો શીરો અને દુધીનો હલવો, રાખોને સાધનાને તે બહુ ભાવે છે. સારું કહીને બાપુ હસ્યા અને મણીભાઈ એ બધી યાદી લખી ને કાગળ સાચવીને મુક્યો. મીનાભાભી ચા બનાવી લાવ્યા બધાએ થોડી થોડી ચા પીધી. હવે મણીભાઈ વાત પાક્કી કરીને ઉઠ્યા. મહાદેવ હર કહીને તેમણે વિદાઈ લીધી.

(ક્રમશ)


Rate this content
Log in