Rekha Solanki

Others

2  

Rekha Solanki

Others

રંગોની પરિભાષા

રંગોની પરિભાષા

3 mins
7.3K


"રંગની પરિભાષા"
*****************

''ફિયા એય ફિયા!''
નાનકડી તૃષાએ હાથે ઝાલી ઢંઢોળી ને તૃપ્તિની તંદ્રા તુટી.
ઝબકીને જોયું, તૃષા સામે ઉભી હતી.

એના નાના ભાઈ ની પાંચ વરસની દીકરી.
 
"શું છે બેટા?''
''ફિયા પેલાં ઉમંગ અંકલ છે ને?''

"હા ..તો શું છે એનું?"
તૃપ્તિ એ પુછ્યું...
"એમને લેવા એમબ્યુંલેન્સ આવી છે...”

“હે..!એક ઉદગાર સરી પડ્યો.”

તૃપ્તિ દરવાજા તરફ ભાગી, મોટી ભીડ હતી, ઉમંગ ના દરવાજે જઈ જોયું તો, ઉમંગની પત્ની માથું કુટી રહી હતી, ને સામે ઉમંગ સાવ નિશ્ચેતન પડ્યો હતો. એક જ હાર્ટઅટેક અને ખેલ ખલાસ!
તૃપ્તિ અવાચક્ બની નિહાળી રહી હતી. 
સૌ  અંતિમ યાત્રાની સગવડ કરવાની તજવીજ કરવા લાગ્યા. તૃપ્તિ એના ભાભી સાથે, ઉમંગની પત્ની પાસે બેસીને, વિચારોમાં લીન થઈ ગઈ...

“એય તરપતી," એના કાનમાં કોઈએ હળવેથી કહ્યુ ને તૃપ્તિએ ગુસ્સાથી લાલચોળ થઈ પાછળ વળી જોયું, તો ઉમંગ દાંત કાઢતો હસતો ઉભો હતો. નાની હતી ત્યારે શરદી રહેતી તૃપ્તિનું નાક વહેતું રહેતું. ને ઉમંગ એને તરપતી કહી હંમેશાં ચીડવતો. "જાને ઉમંગિયા, પતંગિયા," કહીને તૃપ્તિ બદલો વાળતી… પછી બંનેએ એકબીજાને કાન પકડી મનાવી લેતાં આ તો બચપણથી ચાલ્યું આવતું હતું.
ઉમંગ ને તૃપ્તિ પાડોશી, સાથે મોટા થયા, કોલેજ દરમિયાન દોસ્તી પ્રેમમાં પરિણમી. હવે તૃપ્તિના માંગા આવવા લાગ્યાં હતાં એટલે બંને લગ્નની વાતે જરા ગંભીર હતા.
ઉમંગના ઘરે તો વાંધો નહોતો, પણ તૃપ્તિ ઘરની મોટી દીકરી ને પપ્પાને વહાલી, એટલે એમનો વિશ્વાસ કેમ તોડવો.

એક દિવસ અચાનક ઉમંગ તૃપ્તિને રજીસ્ટ્રારની ઓફિસે લઈ ગયો, લગ્નની બધી જ તૈયારી હતી ને તૃપ્તિ પણ ખૂશીથી તૈયાર થઈ. આર્યવિધિથી મંદિરમાં પણ લગ્ન કર્યાં ને હવે ઘરે કેવી રીતે વાત કરવી એનું આયોજન કાલ કરવું કહી છુટા પડયા.

તૃપ્તિ ઘરે આવી બધા ખૂશ હતા મમ્મી પપ્પા, ભાઈ બેન સાથે બેસીને જમ્યા. તૃપ્તિના પપ્પા હાથ ધોવા  ઉભા થયા ફર્શ પર પાણી ઢોળાયેલ હતું. એમનો પગ લપસ્યો ને તૃપ્તિના પપ્પાને માથામાં ગંભીર ઇજા થઈ હેમરેજ થવાને કારણે બીજા દિવસે એમનું અવસાન થયું.

તૃપ્તિના શમણાં હવે રોળાઈ ગયાં.
ઘરની જવાબદારી બધી એના માથે આવી. પિતાની જગ્યાએ નોકરી  મળી પણ, ઉમંગની દુલ્હન બની જવાનું સ્વપ્ન હવે પુરું થાય એમ નહોતું.

પિતાની ગેરહાજરીમાં બધું એને સંભાળી લેવાનું હતું. તૃપ્તિએ ઉમંગને મનાવ્યો, પોતાને ભૂલવા માટે. 

સાથે સજાવેલા સહજીવનના શમણાંને હવે ભૂલીને આગળ વધવાનું હતું. કયારેય મળ્યા નહોતા એવા ભાવ સાથે જીવવાનું હતું.

વીસ વરસની તૃપ્તિ અચાનક મોટી થઈ ગ.ઈ સમય વીત્યો. પંદર વરસનો લાંબો સમય ઘણું બધું પાછળ છોડી આવ્યો હતો.
તૃપ્તિના ભાઈ બેન પણ પરણી ને સેટલ હતાં.
ઉમંગ પણ લગ્ન કરી એના જીવનમાં વ્યસ્ત હતો. કયારેક દુરથી તો કયારેક છાનામાના તૃપ્તિના ખબરઅંતર મર્યાદા મા રહી પૂછી લેતો હતો.

આજ અચાનક આ બનાવ બન્યો ને તૃપ્તિની નજર સમક્ષ લગ્નની એ વિધિનું દ્રશ્ય તાદ્રશ્ય થયું.

એક એક વચન સપ્તપદીના સાત ફેરાં, સિંદુર અને મંગળસુત્ર, મુકેલા એ યાદોનો પટારો યાદ આવ્યો.

ઉમંગની સ્મશાન યાત્રા નીકળી ત્યારે સૌની આંખોમાં આંસુ હતાં, ને તૃપ્તિની આંખે દરિયો છલકાતો હતો, ઉમંગની પત્ની હવે વિધવા હતી ને, તૃપ્તિ?

ના તો લગ્ન કરીને સુહાગણ રહી શકી ને આજે ના ઉમંગના ગયા પછી વિધવા થઈ શકી..!

હવે એના મનમાં એક જ પ્રશ્ન છે, કયો રંગ ધારણ કરે? પ્રેમનો લાલ કે વિધવાનો સફેદ?

- તૃષ્ણા

 


Rate this content
Log in