Rekha Solanki

Others

2  

Rekha Solanki

Others

પરીકથા.. અધુરી કથા

પરીકથા.. અધુરી કથા

2 mins
1.5K


પરી કથા... પણ... અધુરી કથા...  

ખીલખીલાતું બાળપણ સુંદરતા, તો એવી કે જાણે ભગવાનને ચરણે અર્પણ કરેલું ગુલાબનું ફુલ. માસુમિયત, મંદિરમાં પ્રગટાવેલા દીપકની જ્યોત. જે જુએ એની નજર પળભર ચહેરા પર જ રોકાય જાય. એટલી નાજુક નમણી, ને મોટી મોટી આંખોમાં નરી માસુમિયત છલકાય.

બાળપણ ને કિશોરાવસ્થાના નાજુક મોડ પર.પંદર વર્ષની ઉંમર, એટલે નાજુક મોડ. ભોળવાતાં વાર ના લાગે. પારેવા જેવી માસુમ દીકરીને.

બસ એવા જ સમયે એના જીવનમાં કોઈ નવાંગતુંકનું આગમન. જાણે એ પવનની પાંખે ઉડી રહી હતી. એક સુંદર સ્વપ્નાની નગરીમાં ખોવાઈ ચૂકી હતી.

ચાર વરસનો સમયગાળો તો જોત જોતામાં વીતી ગયો. એની બાળપણની પ્રીતને જીદ સામે મા બાપ પણુ ઝુકી ગયાં. કાળજાનાં ટુકડાને વિદાય કર્યો. ખુશહાલ જીવનની આશા સાથે નવી જિંદગીની શરૂઆત કરી. બે વરસના સમયગાળામાં તો એની ગોદમાં એક નાનકડી પરી ખેલવા પણ લાગી! પણ કહે છે ને કે ભાવિના ગર્ભમાં શું છુપાયું કોને ખબર?  

એક દિવસ અચાનક જ એને ખેંચ આવી ને આંખોની રોશની ચાલી ગઈ. તાત્કાલિક સારવાર ને રિપોર્ટ પણ થયા. નિદાન થયું મગજમાં  ઇન્ફેક્શનથી થતી  કોઈ એવી જટિલ બીમારી જેનો ઇલાજ અસંભવ!

સમય વીતતો ચાલ્યો, ઇલાજની અપેક્ષાએ પૈસાને સમય બંને વેડફાય છે. એવી સાસરીયાંની લાગણી એને વધુ તોડતી રહી. ને બીજી વારનું ગર્ભધારણ, જીવનનું જોખમ છતાંય ભૂલ થઈ ગઈ. ને સમય પણ હવે વીતી ગયો હતો કે ગર્ભનો નિકાલ પણ ના થઈ શકે!  ને પરિણામે જે થવાની ડોક્ટરને આશંકા હતી એ જ થયું. એને પેરાલિસિસનો અટેક થયો, કમરથી નીચેનો સંપૂર્ણ ભાગ જડ બની ગયો. કસોટી જીંદગીની હવે શરૂં થવાની હતી.

સ્ત્રી કોની? પિયરે તો પારકી થાપણ ને સાસરે પારકી માની! સેવા સારવાર કરવાની એ પણ સગર્ભાની. સમય વીતતો ચાલ્યો ને એક દિવસ એણે બીજી પણ દીકરીને જ જન્મ આપ્યો. વાહ રે કિસ્મત! હવે તો રહી સહી જીવનની જે અપેક્ષાઓ હતી એ પણ ડૂબવા લાગી! પિયરીયા ને સાસરીયાની વચ્ચે ફુટબોલની રમત રમાવા લાગી. સ્ત્રી નો અવતાર,બે દીકરીની મા ને પાછી લકવાગ્રસ્ત. સૌની સહાનુભૂતિ તો બીચારા સાસરીયાને  જ મળે. પારાવાર પીડા કંઈ પણ ન કરી શકવાની અસમર્થતા એને અંદર ને અંદરથી ક્ષીણ કરવા લાગી. બે નાની દીકરીઓ ને લકવાગ્રસ્ત વહુ સાસરીયાની પણ સહનશક્તિ ખૂટતી ચાલી. ના દવા કામ આવી કે ના દુવા!

પૂરા બે વરસની દર્દનાક પીડા ભોગવી શરીરમાં જંતુ કોરી ખાવા લાગ્યા ને મન પણ ક્ષીણ થતું ચાલ્યું. બે દીકરીઓની સામે નિસાસા ભરી નજર નાખી એણે અંતિમ શ્વાસ છોડ્યા  ત્યારે એની આંખોમાં કંક તો સવાલ હતો જ!

- તૃષ્ણા

 


Rate this content
Log in